<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

મહીસાગરના કોઠંબા વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર પાણીમાં ગરકાવ થતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો

કોઠંબાથી રાઘવના મુવાડા જવાના કોતર પર આવેલું વીજ ટ્રાન્સફોર્મર પાણીમાં ડૂબી ગયું: બ્રહ્મભટ્ટ ફળિયું, ચારણ ફળિયું, ઉડી ફળિયું અને હોળી ફળિયામાં વીજ પુરવઠો ખોરવાયો

મહીસાગરના કોઠંબા વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર પાણીમાં ગરકાવ થતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. કોઠંબાથી રાઘવના મુવાડા જવાના કોતર પર આવેલું વીજ ટ્રાન્સફોર્મર પાણીમાં ડૂબી ગયું છે. જેના કારણે બ્રહ્મભટ્ટ ફળિયું, ચારણ ફળિયું, ઉડી ફળિયું અને હોળી ફળિયામાં વીજ પુરવઠો ખોરવાયો છે. 

  સ્થાનિકોના જણાવ્યા મુજબ, ટ્રાન્સફોર્મર નીચાણવાળા વિસ્તારમાં હોવાથી અગાઉ પણ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તેને અન્ય સ્થળે શિફ્ટ ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ટ્રાન્સફોર્મરને તાત્કાલિક નીચાણવાળી જગ્યાએથી ખસેડી વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની માંગ કરી છે.

(8:26 PM IST)