<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

બનાસકાંઠાના જળાશયોમાં માત્ર 18 ટકા જેટલો જ પાણીનો જથ્થો :સીપુ ડેમમાં 4.86 ટકા અને દાંતિવાડામાં 25 ટકા જેટલું પાણી બચ્યું

જો હજી વરસાદ ખેંચાશે તો જિલ્લાના પશુપાલકોની હાલત ખરાબ થશે. કારણ કે પશુઓ માટેનો ઘાસચારાની પણ તંગી સર્જાય એવી સ્થિતિ

ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ થવાથી 15 ડેમમાં હાલ માત્ર 41 ટકા જેટલો પાણીનો જથ્થો છે. એમાં પણ બનાસકાંઠાના જળાશયોમાં માત્ર 18 ટકા જેટલો જ પાણીનો જથ્થો છે. ખાસ કરીને સીપુ ડેમમાં 4.86 ટકા અને દાંતિવાડામાં 25 ટકા જેટલું પાણી બચ્યું છે. જો હજી વરસાદ ખેંચાશે તો જિલ્લાના પશુપાલકોની હાલત ખરાબ થશે. કારણ કે પશુઓ માટેનો ઘાસચારાની પણ તંગી સર્જાય એવી સ્થિતિ ઉભી થાય એમ છે.  

(10:18 PM IST)