<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ડાકોર હત્યા કેસમાં પોલીસે ભેદ ઉકેલ્યો : ગોધરા ખાતેથી મુખ્ય આરોપી વિઠ્ઠલ મારવાડીની ધરપકડ

પોલીસની ટીમે આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે સમગ્ર ક્રાઈમનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

ડાકોર હત્યા કેસમાં પોલીસે ગણતરીના સમયમાં મોટી કાર્યવાહી કરીને બે દિવસ પહેલાં થયેલી સનસનાટીભરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ગોધરા ખાતેથી મુખ્ય આરોપી વિઠ્ઠલ મારવાડીની ધરપકડ કરી છે, જેણે પોલીસ પૂછપરછ દરમિયાન 'કંટાળી ગયો હોવાથી પથ્થર મારીને હત્યા કરી હોવાની' કબૂલાત કરી છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસની ટીમે આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે સમગ્ર ક્રાઈમનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:39 PM IST)