તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
News of Tuesday, 11th August 2026
અમદાવાદમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ સામે આરોગ્ય વિભાગનો સપાટો : એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ત્રણ એકમોને સીલ કરાયા
દાણીલીમડાની એશિયન બેકરી અને પ્રહલાદનગરનું KFC રેસ્ટોરન્ટ પણ સીલ કરાયું: નવરંગપુરાના HL ફ્રેન્કી, જય સોમનાથ ટી સ્ટોલ અને દિલ્લી સિક્સ પરાઠા પોઈન્ટ સામે પણ કાર્યવાહી

અમદાવાદમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ સામે આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ત્રણ એકમોને સીલ કરવામાં આવ્યા છે. દાણીલીમડાની એશિયન બેકરી અને પ્રહલાદનગરનું KFC રેસ્ટોરન્ટ પણ સીલ કરાયું છે. આ ઉપરાંત નવરંગપુરાના HL ફ્રેન્કી, જય સોમનાથ ટી સ્ટોલ અને દિલ્લી સિક્સ પરાઠા પોઈન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન હળદરના સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ આવતા કુબેરનગરનું PM ફૂડ પણ સીલ કરાયું છે. ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને નિયમોના ભંગને લઈને આરોગ્ય વિભાગે તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં પણ શહેરમાં ખાદ્ય એકમો સામે ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
