<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

બગોદરા ગામે હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશભક્તિનો અનોખો માહોલ

યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્થાનિક અગ્રણીઓ તેમજ બગોદરા પોલીસ મથકનો સ્ટાફ ઉત્સાહભેર જોડાયા

અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા એક વિરાટ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું….આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્થાનિક અગ્રણીઓ તેમજ બગોદરા પોલીસ મથકનો સ્ટાફ ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં ત્રિરંગો અને ભારત માતા કી જયના નારા સાથે યાત્રા શાળાથી શરૂ થઈ હાઇવે થઈને પોલીસ સ્ટેશને પહોંચી સંપન્ન થઈ હતી. પોલીસ કાફલાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રાથી ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમની અલખ જાગી હતી

(12:38 AM IST)