<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

૨૮ વર્ષથી વોન્‍ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્‍ચે રાજકોટમાંથી મોડી રાતે ઉપાડી લીધો

નાના મોૈવા વિસ્‍તારમાં, રાજકોટમાં વિશાળ નેટવર્ક ધરાવતા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર હિતેશ ગઢવી સ્‍ટાફની જહેમત રંગ લાવીઃ અંતે મૂળ રાજસ્‍થાનના રઘુવીરસિંહ અંતે જાળમાં ફસાયા : સીપી વાંબાગ જમીર, ક્રાઇમબ્રાન્‍ચ વડા કરણરાજ઼ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વ હેઠળની ટીમો, એસીપી કિરણ મોદીના સંકલનમાં નો વોન્‍ટેડ ઈન સુરત અભિયાન નીચે પોતાના જ રેકોર્ડ તોડે છે

રાજકોટ તા.૧૨: સુરત ક્રાઇમ અંતર્ગત પોલીસ કમિ‘ર વાંબાગ જમીર અને ક્રાઇમ બ્રાન્‍ચ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં DCP ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતળત્‍વ અને ACP કિરણ મોદીના સંકલન હેઠળની ટીમના પોલીસ ઇન્‍સપેક્‍ટર હિતેશ ગઢવી અને સ્‍ટાફે છેલ્લા ૨૮ વર્ષથી વોન્‍ટેડ અપરાધીને રાજકોટમાંથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

અત્રે એ યાદ રહે કે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર હિતેશ ગઢવીનો તેમના રાજકોટના કાર્યકાળને કારણે આખા રાજકોટમાં તેમનું જબરજસ્‍ત વર્ક આ સફળતામાં ખૂબ ઉપયોગી પુરવાર થયેલ છે.

દરમિયાન ક્રાઇમ બ્રાંચના આર્મ્‍સ સ્‍કોડના પોલીસ માણસોને આધારભૂત બાતમી હકીકત મળેલ કે, સને ૧૯૯૮ના વર્ષમાં સલાબતપુરા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી રઘુવીરસિંહ માલસિંહ રાજપૂત, ઉ.વ. ૫૫, રહે. ગામઃ રાજપુત બસ્‍તી, મહોલ્લો લખડસર, તા.રતનગઢ, જિ. ચુરૂ, રાજસ્‍થાન નામનો ઇસમ પોતાની ધરપકડ ટાળવા સારૂ હાલ રાજકોટના નાનામોવા ખાતે છુપાઈને રહે છે.

જે હકીકતને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ રાજકોટ ખાતે પહોંચી હ્યુમન ઇન્‍ટેલિજન્‍સના આધારે તપાસ હાથ ધરી રાજકોટના નાનામોવા ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે.

આરોપી વિરુદ્ધ નોંધાયેલ ગુનોઃ સલાબતપુરા પોલીસ સ્‍ટેશનમાં ગુ.ર.નંબર- ૧૧/૧૯૯૮ IPC કલમ- ૩૮૧, ૧૧૪ મુજબ

ઉપરોક્‍ત ગુનાના કામે હકીકત એવી છે કે મજકુર આરોપીએ JJCC ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડની દુકાનમાં સને ૧૯૯૮ની સાલમાં નોકરી કરતા અગાઉ પકડાયેલ આરોપીઓ બહાદુરસિંહ, સોહનસિંહ અને રેવતસિંહ સાથે મળી કાપડની ચોરી કરી પોતાના વતન ભાગી ગયેલ હતો. બાદમાં પોતાના વતન ખાતે નામ બદલી અને છુપાઈને અલગ અલગ જગ્‍યાએ રહેતો હતો.

સને ૨૦૨૧માં પોતાની ધરપકડ ટાળવા સારૂ અમદાવાદ ખાતે આવી કલોલ ખાતે ઓસ્‍વાલ ઇન્‍ડસ્‍ટ્રીમાં સિકયુરિટી ગાર્ડનું ૪ વર્ષ સુધી કામ કરતો હતો. બાદમાં છેલ્લા ૨ વર્ષથી પોતાની ધરપકડ ટાળવા રાજકોટ ખાતે જઈ આર.પી.જે હોટલમાં સિકયુરિટી ગાર્ડનું કામ કરતો હતો.

આમ, ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા સલાબતપુરા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ૨૮ વર્ષથી નાસતા ફરતા આરોપી રઘુવીરસિંહ માલસિંહ રાજપૂતને ઝડપી પાડી આરોપીનો કબ્‍જો સલાબતપુરા પોલીસને સોંપેલ છે.

(10:50 AM IST)