તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
ગાંધીનગર ખાતે ડૉ. સોમૈયાના ચાર પુસ્તકોનું મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે વિમોચન

રાજકોટઃ ગાંધીનગર ખાતે જાણીતા લેખક અને મોટિવેશનલ સ્પીકર ડૉ. ભાણજી એચ. સોમૈયાના ત્રણ અંગ્રજી પુસ્તકો મિનીંગફૂલ કેરિઅર, ફાઈવ યુનિવર્સલ લોઝ ઓફ પરફેક્ટ સકસેસ, ઇન્ટરનેશનલ પર્સનાલીટી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને એક ગુજરાતી પુસ્તક ધ્યેય પ્રાપ્તિનું મનોવિજ્ઞાન એમ કુલ ચાર પુસ્તકોનું વિમોચન ગુજરાત સરકારનાશિક્ષણ મંત્રીશ્રી તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજાના વરદહસ્તે વિમોચન કરવામાંઆવ્યું હતું. લેખક ડો. સોમૈયાને એક પેન ભેટમાં આપી મંત્રીશ્રી ડૉ. વાજાએ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. આ પુસ્તક વિમોચન પ્રસંગે ગુજરાતના જાણીતા લેખક અને સંશોધક ભીખાભાઈ અમીન, પે્રરણાફાઉન્ડેશનના પ્રમુખશ્રી અરવિન્દકુમાર અને ગુજરાત સરકારના સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડ પુરસ્કળત શોભનાબેન સોમૈયાઅને અપેક્ષા સોમૈયા હાજર રહ્યા હતા.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
