<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

સરકારી અધિકારીઓ-કર્મચારીઓએ વિદેશ પ્રવાસ માટે મંજુરી લેવી ફરજિયાત : પ્રક્રિયામાં ફેરફાર

 

રાજકોટ, તા. ૧ર :  તાજેતરમાં રાજય સરકારને સરકારી અધિકારીઓ/કર્મચારીઓ તરફથી અંગત હેતુસર વિદેશ પ્રવાસ કરવા માટે પૂર્વ મંજુરી મેળવવા સંબંધિત અરજીઓ મોટી સંખ્‍યામાં પ્રાપ્ત થઇ રહી છે. પરિણામે, આ પ્રકારની અરજી કરવાની તથા મંજુરી આપવાની પ્રક્રિયાને વધુ સુવ્‍યવસ્‍થિત, પારદર્શક અને સમયબદ્ધ બનાવવા અંગેની બાબત રાજય સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી. તે મુજબ ગઇકાલે સામાન્‍ય વહીવટી વિભાગના નાયબ સચિવ સિમરન પોપટાણીની સહીથી સરકારે પરિપત્ર પ્રસિધ્‍ધ કર્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે (૧) સામાન્‍ય સંજગોમાં, અંગત હેતુસરના વિદેશ પ્રવાસ માટેની તમામ અરજીઓ આ સાથે સંલગ્ન નમૂના મુજબ તમામ સંબધિત વિગતો સાથે પ્રસ્‍તાવિત વિદેશ પ્રવાસની તારીખથી ઓછામાં ઓછા ૪પ (પિસ્‍તાળીસ) દિવસ પહેલા કર્મયોગી પોર્ટલ પર ઓનલાઇન રજૂ કરવાની રહેશે. વર્ગ-૧ તથા વર્ગ-ર ના અધિકારીઓની અરજીઓ તેમની સંબંધિત કચેરી/ ખાતામના વડા/ વિભાગના વડા મારફતે સંબંધિત સંવર્ગ સંચાલક સતાધિકારી (સીસીએ) ને મોકલવાનો રહેશે અને વર્ગ-૩ ના કર્મચારીઓની અરજી તેમની સંબંધિત કચેરી મારફતે તેમના ખાતાના વડાને રજૂ કરવાની રહેશે.

પ્રવાસ રહેવા જમવાની વ્‍યવસ્‍થા તથા અન્‍ય સંબંધિત ખર્ચ માટેના અંદાજિત ખર્ચની જોગવાઇ કયાસ્ત્રોતમાંથી કરવામાં આવશે તેની વિગતો દર્શાવવી ફરજીયાત રહેશે. જો કોઇ પ્રાયોજક હોય તો તેની વિગતો પણ દર્શાવવી સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલી પરિસ્‍થિતિ સિવાય કોઇપણ અધિકારી/ કર્મચારીઓને વિદેશી આતિથ્‍ય સ્‍વીકારવાની મંજુરી રહેશે નહીં. વિદેશ પ્રવાસ દરમિયાન સરકારી અધિકારી/ કર્મચારી ખાનગી ધંધો/ વ્‍યવસાય કરી શકશે નહીં.

અધિકારી/ કર્મચારી સાથે પ્રવાસે જનાર કુટુ઼બના આશ્રિત સભયોની વિગતો પણ રજુ કરવી, પતિ-પત્‍ની બંને સકારી સેવામાં હોય તો બંનેએ પોત-પોતાની સંબંધિત કચેરી મારફત  સક્ષમ સતાધિકારી પાસેથી રજા અંગે તેમજ અંગત હેતુસર વિદેશપ્રવાસ અંગે મંજુરી મેળવવાની રહેશે.

વર્ગ-૧ તથા વર્ગ-રના અધિકારીઓના કિસ્‍સામાં અંગત હેતુસર વિદેશ પ્રવાસ માટે મંજુરી આપવાના સક્ષમ અધિકારી તરીકે સંબંધિત સંવર્ગ સંચાલક સતાધિકારી (સીસીએ) રહેશે. અને વર્ગ-૩ કર્મચારીઓના કિસ્‍સામાં મંજુરી આપવાના સક્ષમ અધિકારી તરીકે સંબંધિત ખાતાના વડા રહેશે. સચિવાલય સેવા માટે વર્ગ-ર અને વર્ગ-૩ ના અધિકારી/ કર્મચારીઓની વિદેશ પ્રવાસ અંગેની અરજી મંજુર કરવા માટે સંબંધિત વહીવટી વિભાગના વડા સક્ષમ સતાધિકારી રહેશે. ખાતાકીય તપાસ કે ફોજદારી કેસ હોય તો તેની માહિતી આપવાની રહેશે. એ બાબત સુનિヘતિ કરવામાં આવે કે, સક્ષમ સતાધિકારીએ અરજી પ્રાપ્ત થયાની તારીખથી ૧૦ દિવસની અંદર સંબંધિત સરકારી અધિકારી/ કર્મચારીઓને પોતાના નિર્ણયની જાણ અચુક કરવાની રહેશે. વ્‍યાજબી કારણો ધરાવતા કોઇ અસાધારણ સંજોગોમાં અરજી કરવાની નિયત સમયમર્યા જાળવી ન શકાઇ હોય, ત્‍યાં કારણો/ સંજોગોની વિગત ધ્‍યાને લઇ વિદેશપ્રવાસ મંજુર કરનાર અધિકારી વિવેકાધીન નિર્ણય કરી શકશે. તેમ પરિપત્રમાં જણાવાયું છે.

(2:22 PM IST)