તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 12th August 2026
વડોદરાના ખટંબા ગામે ૩૦૦ કરોડનું સરકારી જમીન કોૈભાંડઃ અમિતભાઇ ચાવડા
કોંગ્રેસ પ્રમુખે ૧૪ એકર જગ્યાના વેચાણનો કર્યો પર્દાફાશ

અમદાવાદઃ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ખટંબા ગામમાં આવેલી અંદાજે ૬ લાખ ચોરસ ફૂટ ‘‘શ્રી સરકાર'' થયેલી કિંમતી જમીન બોગસ દસ્તાવેજો ઊભા કરીને હડપી લેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. અંદાજે રૂા.૩૦૦ કરોડથી વધુ બજારભાવ ધરાવતી આ જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો દાવો કરીને કોંગ્રેસે આ સમગ્ર પ્રકરણમાં એસ.આઈ.ટી. (SIT) ની રચના કરી તટસ્થ તપાસ કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ખટંબા ગામના સર્વે નંબર ૧૫૫, ૧૫૭, ૧૬૮/૧ અને ૨૦૭ પૈકીની જમીનમાં હક ફેરફાર કરવા માટે નકલી જન્મ-મરણ પ્રમાણપત્ર, બોગસ પેઢીનામું અને એફિડેવિટનો ઉપયોગ કરાયો હતો. આઝાદ નટવરલાલ પરીખ નામના વ્યક્તિના નામે વર્ષ ૨૦૧૬માં બોગસ મરણ દાખલો બનાવવામાં આવ્યો હતો, જેની નોંધ સત્તાવાર રજિસ્ટરમાં ન હોવાથી ૨૦૨૬માં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. આ કૌભાંડ આચરવા માટે વિદેશમાં (માલ્ટા) રહેતી વ્યક્તિના નામે ખોટું પેઢીનામું તૈયાર કરીને તેને ‘‘નકલી ખેડૂત'' દર્શાવવામાં આવ્યો હતો. પેઢીનામા અને એફિડેવિટમાં ફોટો તથા સહીમાં વિસંગતતા હોવા છતાં તેમજ તલાટી સમક્ષ મૂળભૂત ખરાઈ થયા વગર જ કરોડોની સરકારી જમીનમાં નામો દાખલ કરી દેવાયા હોવાનું કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ આક્ષેપ કર્યો હતો
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
