તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
મહેસાણા DDO ડો. અંચુ વિલ્સનની સામાન્ય વહીવટ વિભાગમાં નાયબ સચિવ તરીકે બદલી
રજા કે પરવાનગી વગર વિદેશ પ્રવાસે જતાં આ કડક નિર્ણય લેવાયો હોવાની ચર્ચા: મહેસાણા DDO તરીકે સ્કિલ ડેવલપમેન્ટના નિયામક પી.બી. રાઠોડને વધારાનો હવાલો સોંપાયો

મહેસાણા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ડો. અંચુ વિલ્સનની અચાનક બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તેમને સામાન્ય વહીવટ વિભાગ (GAD) માં નાયબ સચિવ તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે. રાજ્યના સચિવાલય કક્ષાએ લેવાયેલા આ નિર્ણયથી વહીવટી આલમમાં મોટી ચર્ચા જાગી છે.
મહેસાણા DDO ની આ અચાનક થયેલી બદલી પાછળ એક મોટું કારણ ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડો. અંચુ વિલ્સન પૂર્વ રજા પરવાનગી મેળવ્યા વગર જ વિદેશ પ્રવાસે ચાલી ગયા હતા. સરકારી નિયમો અને પ્રોટોકોલનો ભંગ કરીને બિનઅધિકૃત રીતે વિદેશ જવાના કારણે શાસન દ્વારા આ કડક વહીવટી નિર્ણય લેવાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ડો. અંચુ વિલ્સનની જગ્યા ખાલી પડતાં જિલ્લાનો વહીવટ ખોરવાય નહીં તે માટે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સ્કિલ ડેવલપમેન્ટ વિભાગના નિયામક પી.બી. રાઠોડને મહેસાણા DDO નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ પોતાના મૂળ હોદ્દાની સાથે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી પણ સંભાળશે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
