<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

વડોદરાના તરસાલી વિસ્તાર નજીક આવેલા દંતેશ્વર સ્થિત વૂડાના આવાસોમાં યુવકની નિર્મમ હત્યા થતાં અરેરાટી

મેહુલ દરબારને ત્રણ દિવસ પહેલાં કેટલાક યુવકો સાથે તકરાર થઈ હતી: આ જૂની અદાવતનું સમાધાન કરવાના બહાને બોલાવી તેના પર ચપ્પુના તીક્ષ્ણ ઘા ઝીંકી દીધા

વડોદરા શહેરના તરસાલી વિસ્તાર નજીક આવેલા દંતેશ્વર સ્થિત વૂડાના આવાસોમાં યુવકની નિર્મમ હત્યા થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, મેહુલ દરબાર નામના યુવકની ત્રણ દિવસ પહેલાં અન્ય કેટલાક યુવકો સાથે તકરાર થઈ હતી. આ જૂની અદાવતનું સમાધાન કરવાના બહાને યુવકોએ મેહુલને બોલાવ્યો હતો અને તેના પર ચપ્પુના તીક્ષ્ણ ઘા ઝીંકી દીધા હતા. 

  કરુણતા તો એ છે કે મૃતક મેહુલ દરબારનો આજે જ જન્મદિવસ હતો, અને જન્મદિવસે જ આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મેહુલને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી (SSG) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(10:56 PM IST)