તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
વિરમગામની કેનાલમાંથી દર્શિલ નામના યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી
પરીક્ષામાં નાપાસ થતાં છેલ્લા કેટલાક સમયથી ભારે હતાશામાં રહેતો હર્ષિલ માનસિક તણાવના કારણે તે બે દિવસ પહેલાં અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો

વિરમગામની કેનાલમાંથી દર્શિલ નામના યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, આઈટીઆઈ (ITI) માં અભ્યાસ કરતો દર્શિલ પરીક્ષામાં નાપાસ થતાં છેલ્લા કેટલાક સમયથી ભારે હતાશામાં જીવી રહ્યો હતો. આ માનસિક તણાવના કારણે તે બે દિવસ પહેલાં અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો.
પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન તેણે વિરમગામની કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. કેનાલમાંથી દર્શિલનો મૃતદેહ મળી આવતાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
