તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
અમદાવાદ મનપા ફાયર વિભાગના લાંચ કેસમાં પૂર્વ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના 4 દિવસના રિમાન્ડ મંજુર
રિમાન્ડ આરોપી અમિત ડોંગરે ના વતન ભોપાલ ખાતેના બેન્ક લોકરની તપાસ માટે મંજૂર કરાયા:આરોપીને હવે સર્ચ માટે ભોપાલ લઈ જવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા ફાયર વિભાગના લાંચ કેસમાં પૂર્વ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના 4 દિવસના રિમાન્ડ અમદાવાદ એસીબી કોર્ટ તરફથી મંજૂર કરવામાં આવ્યા છે. આ રિમાન્ડ આરોપી અમિત ડોંગરે ના વતન ભોપાલ ખાતેના બેન્ક લોકરની તપાસ માટે મંજૂર કરાયા છે. જેથી આરોપીને હવે સર્ચ માટે ભોપાલ લઈ જવામાં આવશે.
ફાયર ઓફિસર અમિત ડોંગરેના ભોપાલ સ્થિત બેંક લોકરની તપાસ હાથ ધરવામાં આવશે. આ તપાસ માટે જ એસીબી કોર્ટે અમિત ડોંગરેનાં વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા. લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
અમદાવાદમાં કોમર્શિયલ તેમજ રેસિડેન્શિયલ ઈમારતો માટે ફાયર એનઓસી આપવાના નામે મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ફરિયાદો અવારનવાર ઊઠતી રહી હતી. આ દરમિયાન એક બિલ્ડિંગ કે વ્યવસાયિક એકમ માટે જરૂરી ફાયર સિસ્ટમનું ક્લિયરન્સ અને NOC મેળવવા માટે અરજદાર પાસેથી લાખો રૂપિયાની કમિશન/લાંચની માંગણી કરવામાં આવી હતી. આ મામલે જાગૃત નાગરિકે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું
. આ ટ્રેપ દરમિયાન ફાયર વિભાગના અધિકારી અમિત ડોંગરે વચેટિયા ભાવસિંહ ઝાલા મારફતે લાંચની રકમ સ્વીકારતા અથવા માંગણીની ખાતરી આપતા રંગેહાથ ઝડપાયા હતા. તેમણે આ દરમિયાન 36 હજારની લાંચ લીધી હોવાનો આરોપ હતો.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
