તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
જો શહેરમાં રોડ-રસ્તા ખરાબ થાય તો જવાબદાર એજન્સીને પેનલ્ટી કરો : રીવ્યુ બેઠકમાં અમદાવાદ મનપા કમિશનરે અધિકારીઓની ઝાટકણી કાઢી
ચોમાસામાં બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે આક્રમક વલણ અપનાવતા તેમણે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવા આદેશ આપ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની આકરી ઝાટકણી કાઢતાં સ્પષ્ટ સૂચના આપી હતી કે, જો શહેરમાં રોડ-રસ્તા ખરાબ થાય તો જવાબદાર એજન્સીને પેનલ્ટી કરો, કારણ કે આપણે એજન્સીઓને દાનમાં પૈસા આપતા નથી.
ચોમાસામાં બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે આક્રમક વલણ અપનાવતા તેમણે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવા આદેશ આપ્યા હતા, જેમાં ખાસ કરીને કાલુપુર અને એસ.જી. હાઈવે જેવા વ્યસ્ત વિસ્તારોમાં થતાં ભારે ટ્રાફિક જામનું તાત્કાલિક નિવારણ લાવવા માટે યોજના બનાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત, શહેરભરમાં સ્વચ્છતા જાળવી રાખવા માટે પણ નક્કર પ્લાન તૈયાર કરવા અધિકારીઓને કડક દિશાનિર્દેશો આપ્યા હતા
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
