હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે નકલી માવા ઉપર પ્રતિબંધની જરૂર
એનલોગ પનીર-ચીઝ-બટર બાદ : અસલી માવાનો ભાવ ૩૦૦ થી ૩૫૦ તો નકલી માવો ૧૫૦-૨૦૦માં મળે છે

અમદાવાદ,તા.૧૩: રાજ્યમાં શુદ્ધ માવાના નામે ગ્રાહકોને વેજિટેબલ ઓઈલ કે કેમિકલના ખેલથી તૈયાર કરેલા નકલી માવામાંથી બનાવેલી મીઠાઈ પધરાવવામાં આવતી હોવાની વિગતો જાણવા મળી છે. આ પ્રકારની મીઠાઈઓ ગ્રાહકોને બરફી, ટ્રેડિશનલ સ્વીટ્ અને ડિલીશિયસ સ્વીટ્ જેવા નામથી વેચવામાં આવતી હોવાનું કહેવાય છે. એક તરફ સરકારે એનાલોગ પનીર, ચીઝ, બટર અને ક્રિમ સામે પ્રતિબંધની તલવાર ચલાવી છે, ત્યારે બીજી તરફ મીઠાઈના નામે નકલી માવાનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. હવે, સવાલ એ છે કે, પનીર બાદ માવાના નામે ચાલતાં આ નકલીવાડા' સામે પણ સરકાર લાલ આંખ કરશે કે પછી મીઠાઈના રંગીન પડદા પાછળ ચાલતો આ ગોરખધંધો આમ જ ચાલું રહેશે.?
સૂત્રોના કહેવા મુજબ, માવામાંથી બનતી મીઠાઈના બજારમાં ભાવનો તફાવત આ સમગ્ર ગેરરીતિ પાછળનું મોટું કારણ હોવાનું માનવામાં આવે છે. દૂધમાંથી તૈયાર થતાં શુદ્ધ માવામાંથી બનાવેલી મીઠાઈનો ભાવ રૂા. ૬૦૦થી લઈ રૂ.૮૦૦ પ્રતિ કિલો સુધી હોય છે. જ્યારે નકલી માવામાંથી તૈયાર થતી મીઠાઈ રૂા. ૨૦૦ થી ૨૫૦ પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાય છે.
માવાની વાત કરીએ તો પણ આ જ પ્રકારનો તફાવત જોવા મળે છે. વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને કેમિકલનો ઉપયોગ કરી બનાવવામાં આવેલો નકલી માવો આશરે રૂા.૧૫૦ પ્રતિ કિલોના ભાવે વેચાતો હોવાનો દાવો છે.
જ્યારે દૂધમાંથી બનતા શુદ્ધ માવાનો ભાવ રૂા.૩૦૦થી રૂા. ૪૦૦ પ્રતિ કિલો છે. વેજિટેબલ ઓઈલમાંથી તૈયાર થતાં કૃત્રિમ માવાને દૂધના માવા જેવો દેખાવ અને ટેક્સચર ધરાવતો બનાવવામાં આવે છે. ત્યારબાદ તેનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં થાય છે. મુખ્યત્વે વેપારીઓ તેને બરફી, ટ્રેડિશનલ સ્વીટ્ અને ડિલીશિયસ સ્વીટ્ના નામે પધરાવે છે.
આヘર્યની વાત એ છે કે, ગુજરાતમાં મોટાભાગના વેપારીઓ મીઠાઈ વેજિટેબલ ઓઈલનો ઉપયોગ કરીને બનાવાય છે, તેવા બોર્ડ પણ લગાવતાં નથી. જેથી ગ્રાહકને મીઠાઈ ખરેખર કયા પ્રકારના માવામાંથી બનાવવામાં આવી છે? તેની જાણ ન હોવાથી તે દૂધના શુદ્ધ માવાની મીઠાઈ સમજીને ખરીદી લે છે. વેપારીઓ આ પ્રકારની પ્રથા માત્ર ભાવનો પ્રશ્ન નથી, પરંતુ ગ્રાહકને ખોટી માહિતી આપી ખાદ્યપદાર્થ વેચવાનો અને તેના આરોગ્ય સાથે ચેડાં કરવાનો ગંભીર મુદ્દો છે. જેથી અન્ય રાજ્યમાં માવાને લઈ કાર્યવાહી થાય, તે પહેલાં ગુજરાત સરકાર લાલ આંખ કરે. તે જરૂરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
