<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

મેઘરાજાના ત્રીજા રાઉન્‍ડની શરૂઆતઃ ૨૯ જિલ્‍લાના ૧૬૨ તાલુકાઓમાં ૧ થી ૮૩ મિમી સુધીનો વરસાદ

પંચમહાલ, દાહોદ, અને મહીસાગર જિલ્‍લામાં આજે ઓરેન્‍જ એલર્ટ સાબરકાંઠા, અરવલ્‍લી, ખેડા, ડાંગ અને તાપી જિલ્‍લામાં યેલો એલર્ટ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા...) વાપીઃ રાજ્‍યમાં મેઘરાજાએ જાણે ત્રીજા રાઉન્‍ડની શરૂઆત કરી હોય તેમ છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍ય ના ૨૯ જિલ્‍લાના ૧૬૨ તાલુકાઓમાં ૧ થી ૮૩ મિમી સુધીનો વરસાદ વરસ્‍યો છે.

હવામાન વિભાગે આજે રાજ્‍યના કેટલાક જિલ્‍લાઓમાં રેડ એલર્ટ અને કેટલાક જિલ્‍લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો  , ખેડબ્રહ્મા (સાબરકાંઠા)  ૮૩ મિ.મી. (૩.૨૭ ઈંચ), વડગામ (બનાસકાંઠા)  ૭૯ મિ.મી. (૩.૧૧ ઈંચ), વડાલી (સાબરકાંઠા)  ૭૩ મિ.મી. (૨.૮૭ ઈંચ), સતલાસણા (મહેસાણા)  ૬૪ મિ.મી. (૨.૫૨ ઈંચ), દાંતા (બનાસકાંઠા)  ૫૩ મિ.મી. (૨.૦૯ ઈંચ), દાંતીવાડા (બનાસકાંઠા)  ૫૩ મિ.મી. (૨.૦૯ ઈંચ), આણંદ (આણંદ)  ૫૨ મિ.મી. (૨.૦૫ ઈંચ), વિજયનગર (સાબરકાંઠા)  ૫૧ મિ.મી. (૨.૦૧ ઈંચ), પોશીના (સાબરકાંઠા)  ૪૮ મિ.મી. (૧.૮૯ ઈંચ), ખેરાલુ (મહેસાણા)  ૪૪ મિ.મી. (૧.૭૩ ઈંચ) વરસાદ નોંધાયો છે

(10:47 AM IST)