હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદની પોલિસ લાઈનમાં યુનિફોર્મથી માંડી નોટબુક વિતરણ થયું...
પોલિસમાં નથી તો શું? સેવાના સંસ્કાર જુની પેઢીના પોલિસ અધિકારી ભૂલ્યા નથી... : ગુજરાત એક્સ પોલિસ એસોસીએશન નવો રાહ ચીંધે છે...

રાજકોટ, તા.૧૨: પોલિસ તંત્ર લોકોની સેવા માટે છે, એવો અહેસાસ થાય તેવા પ્રયત્નો એક યુગમાં પોલિસ અધિકારીઓ અને સ્ટાફ દ્રારા થતો, એ સમયે બધું સાફ સુથરુ હતુ, એવું પણ ન હતું. હાં ગુનેગારો કંટ્રોલમાં રહે અને સીધા સરળ લોકોને કોઈ તકલીફ ન થાય તેની કાળજી રાખવામાં આવતી, આ સ્વભાવ અને સેવાના સંસ્કાર આજે આ આધિકારી નિવળત થયાના વર્ષો પછી પણ યથાવત હોવાનું વધુ એક ઉદાહરણ બહાર આવ્યું છે.
ગુજરાત એક્સ પોલીસ એસોસિએશન દ્વારા માધુપુરા પોલીસ લાઈન, શાહીબાગ, અમદાવાદ ખાતે આવેલ પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થી દીકરા દીકરીઓને યુનિફોર્મ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું અને બાળકો સાથે કાર્યક્રમના અંતે ભોજન પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શ્રી એસ. એસ. ખંડવાવાલા, ગુજરાત રાજ્ય પોલીસ દળના ભૂતપૂર્વ પોલીસ વડા અને પ્રમુખશ્રી, ગુજરાત એક્સ પોલીસ એસોસિએશનના અધ્યક્ષ પદ હેઠળ અને એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી એમ. ઓ. ખિમાણી, IPS, નિવળત્ત ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના મુખ્ય મહેમાન પદે સંપન્ન કરવામાં આવ્યો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
