હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાયબર ફ્રોડના ભોગ બનનાર ૧૧ને શ્રાવણ માસ ફળ્યોઃ ૨.૬૦ કરોડ પરત અપાવ્યા
અમદાવાદીઓની આતુરતાનો અંત આખરે સુરતવાળી કાર્યવાહીનો અનુપમસિંહ ગેહલોત દ્વારા ધમાકેદાર પ્રારંભ નો ડ્રગ્સ ઈન અમદાવાદ (સીપી, જોઇન્ટ સીપી ક્રાઇમ શરદ સિંઘલના માર્ગદર્શનમાં લાખોનું MD ડ્રગ્સ પકડી લેવાયુ) વોન્ટેડ ઈન અમદાવાદ ક્રાઇમઃ લોકો સૂચન આધારે અટકાયત, પાસા કાર્યવાહી શરૂ થવા સાથે વિવિધ વિસ્તારના લુખ્ખાઓની આગવી ઢબની સરભરા કરવા વિશેષ ટીમ બનાવવા કવાયત

રાજકોટ, તા. ૧૩: સુરતના પોલિસ કમિશનર તરીકે સામાન્ય અને સરળ સ્વભાવ, સિનિયર સીટીઝન, મહિલાઓ અને માસુમ બાળકોને કેન્દ્રમાં રાખી ‘નો ડ્રગ્સ ઈન સુરત‘, ‘નો વોન્ટેડ ઈન સુરત' અભિયાનથી લોકપ્રિયતા મેળવનાર શ્રી અનુપમસિંહ ગેહલોત રથયાત્રા અને ભારે વરસાદના પડકારરૂપ બંદોબસ્તમાંથી ફ્રી થયા બાદ અમદાવાદના પોલિસ કમિશનર તરીકે પ્રજા લક્ષી કામગીરીમાં જોડાયા છે.
અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકોને રાહત આપવા માટે ‘તેરા તુઝકો અર્પણ' વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાન હેઠળ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના હસ્તે ઓનલાઈન સાયબર ફ્રોડ, બોસ સ્કેમ, ઈન્વેસ્ટમેન્ટ અને ફાઈલ ફ્રોડના કેસના ૧૯ પીડિતોને કુલ રૂ. ૨.૬૦ કરોડની રકમના રિફંડ ચેક સન્માનપૂર્વક સોંપવામાં આવ્યા.
ટેકનિકલ સર્વેલન્સ અને ઝડપી કાર્યવાહીના આધારે ફ્રીઝ કરાયેલી આ રકમ પરત મળતા પીડિતોના ચહેરા પર ખુશી જોવા મળી. પોલીસ દ્વારા માત્ર એક જ ચોક્કસ મોડસ ઓપરેન્ડી નહીં પરંતુ વિવિધ પ્રકારના સાયબર ગુનાઓમાં રકમ પરત અપાવવામાં આવી છે. પાસાના કરંટ બાદ છેતરાયેલા લોકોને તેમની રકમ પરત અપાવવાની કામગીરીને કારણે નાગરિકોનો પોલીસ પ્રશાસન પરનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને શરદ સિંઘલે ડ્રગ્સ વિરોધી અભિયાન માટે પોલીસને સક્રિય કરી છે ત્યારે એસઓજીના રાહુલ ત્રિપાઠી અને બી.સી. સોલંકીએ પણ તમામ ટીમોને પેડલરોને ઝડપી લેવા આદેશ આપી દીધા છે.
આ અભિયાન અંતર્ગત એસઓજીની ટીમે ૬ ઓગસ્ટે ડ્રગ્સની હેરાફેરીના હબ બની ગયેલા દાણીલીમડામાંથી મકાન ભાડે રાખીને ડ્રગ્સનો વેપલો કરતા આલીમ ઉર્ફે ગટુ પાસેથી રૂ. ૪.૫ લાખનું એમડી ડ્રગ્સ ઝડપી લીધું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
