<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

મહેસાણાના સાંથલ પોલીસ સ્ટેશનમાં પીએસઓ પર હુમલો

પાલેજના ધવલભાઈ પરમારે પોલીસ સ્ટેશનમાં ભારે બબાલ કરી:આરોપી ધવલે લોખંડની ખુરશી વડે પોલીસ પર હુમલો કર્યો

મહેસાણાના સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરજ પરના કર્મચારી પર હુમલો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે, પોલીસ સ્ટેશનના પી એસ ઓ ભરતભાઈ ચૌધરી ઉપ હુમલાનો પ્રયાસ થયો હતો. પાલેજના ધવલભાઈ પરમારે પોલીસ સ્ટેશનમાં ભારે બબાલ કરી હતી . આરોપી ધવલે લોખંડની ખુરશી વડે પોલીસ પર હુમલો કર્યો હતો આરોપી . ધવલે પોલીસ કર્મચારી સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી હતી  શક્તિસિંહનું ગળું દબાવી જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો . આરોપી ધવલ પરમાર સામે સાંથલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે .

(1:39 PM IST)