<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ભુપેન્‍દ્રભાઇ પટેલે ગાંધીનગરમાં તેમના નિવાસસ્‍થાને અગાસીમાં તિરંગો લહેરાવ્‍યો : જુઓ વિડિયો

નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ૧૭મી ઓગષ્‍ટ સુધી યોજાઇ રહેલા હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થયા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૩: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૯મી થી ૧૭ મી ઓગસ્‍ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ૧૩મી ઓગસ્‍ટ, ગુરુવારે સવારે ગાંધીનગરમાં  પોતાના નિવાસ સ્‍થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સહભાગી થયા હતા આ વર્ષે દેશના ૮૦માં સ્‍વતંત્રતા પર્વ અને વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષની ઉજવણીની થીમ પર આ  અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું છે આ અભિયાન અંતર્ગત  સમગ્ર ગુજરાતમાં ૭૦ લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે એટલું જ નહિ, ભારત પાકિસ્‍તાન સરહદ પર આવેલા ગામડાઓથી લઈને રાજ્‍યના મોટા શહેરો સુધી તમામ જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન પણ વ્‍યાપક જનભાગીદરીથી કરવામાં આવી રહ્યું છે.(

(12:09 PM IST)