<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

પંચમહાલના ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો

નીચાણવાળા વિસ્તારોમાં આવેલ સોસાયટી વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા:વાવડી ખુર્દ, વાવડી બુઝર્ગ, ગદુકપુર, પોપટપુરા, છબનપુર, દરૂનિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ

પંચમહાલના ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ. ધોધમાર વરસાદને લઈને શહેરના તમામ માર્ગો પાણી પાણી થઇ ગયા હતા . નીચાણવાળા વિસ્તારોમાં આવેલ સોસાયટી વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા . ગોધરાની આસપાસના વાવડી ખુર્દ, વાવડી બુઝર્ગ, ગદુકપુર, પોપટપુરા, છબનપુર, દરૂનિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ વરસતા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે.

(12:11 PM IST)