<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

હીરામણિ શાળા (ગુજરાતી-અંગ્રેજી માધ્‍યમ)માં તિરંગા યાત્રા

રાજકોટઃ અમદાવાદની હીરામણિ શાળા ગુજરાતી અને અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિતના ઉમંગ સાથે ભવ્‍ય તિરંગા યાત્રા યોજાઇ. વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લઇને ભારત માતા અને રાષ્‍ટ્રભકિતના જયઘોષ સાથે યાત્રામાં ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓમાં રાષ્‍ટ્રપ્રેમ, એકતા અને દેશ પ્રત્‍યેની જવાબદારીની ભાવના ઉજાગર થઇ. આ પ્રસંગે સૌએ રાષ્‍ટ્રની એકતા, અખંડિતતા અને ગૌરવ જાળવવાનો સંકલ્‍પ લીધો. વિદ્યાર્થીઓમાં ઉત્‍સાહ બદલ સંસ્‍થાના પ્રમુખ શ્રી નરહરિ અમીને અભિનંદન આપેલ તેમ સી.ઇ.ઓ ભગવત અમીન જણાવે છે.

(3:20 PM IST)