હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી MD ડ્રગ્સ ઘુસાડતા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો:મિંઢોળા બ્રિજ પાસે પોલીસે તૌકીર ઉર્ફે બિલ્લા નામના પેડલરને ઝડપી લીધો
આરોપી પાસેથી રૂ.1.61 લાખની કિંમતનું 53 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરાયું :આરોપી મુંબઈના ધારાવી વિસ્તારમાંથી સમીર ઉર્ફે છોટુ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનો ખુલાસો

સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી MD ડ્રગ્સ ઘુસાડતા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મિંઢોળા બ્રિજ પાસે પોલીસે તૌકીર ઉર્ફે બિલ્લા નામના પેડલરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂ.1.61 લાખની કિંમતનું 53 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. પૂછપરછમાં આરોપી મુંબઈના ધારાવી વિસ્તારમાંથી સમીર ઉર્ફે છોટુ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ઉન ગામના યાસીન શેખ અને મુંબઈના ડ્રગ સપ્લાયર સમીર ઉર્ફે છોટુને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી તૌકીર મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનો વતની છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી સુરત સુધીના ડ્રગ્સ સપ્લાય નેટવર્કની કડીઓ શોધવા તપાસ તેજ કરી છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
