હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડોદરાના આજવા રોડ પર અંગત અદાવતમાં વેપારીની વૈભવી કારને પેટ્રોલ છાંટી આગ ચાંપી
આશાલતાપાર્ક સોસાયટીમાં રહેતા વેપારી અંકુર પુરાણીની કારને સળગાવવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ

વડોદરાના આજવા રોડ પર અંગત અદાવતમાં વેપારીની વૈભવી કારને પેટ્રોલ છાંટી આગ ચાંપી દેવાની ઘટના સામે આવી છે. આશાલતાપાર્ક સોસાયટીમાં રહેતા વેપારી અંકુર પુરાણીની કારને સળગાવવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
મળતી માહિતી મુજબ, વેપારી અને અન્ય વ્યક્તિ વચ્ચે રૂ.4.5 કરોડની રકમને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ મામલે અદાલતમાં કેસ પણ ચાલી રહ્યો છે. કેસ પરત ખેંચવા અને સમાધાન કરવા માટે વેપારી પર દબાણ લાવવાના ઈરાદે કાર સળગાવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી વૈભવી કારમાં એક શખ્સે તોડફોડ કરી હતી અને ત્યારબાદ પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. FSLની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી
વેપારી અંકુર પુરાણીએ બાપોદ પોલીસ મથકમાં દિવ્યાંશું ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ નાણાંની લેવડ-દેવડના વિવાદને લઈને કાર સળગાવી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
