<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

અમદાવાદમાં બાળ ભિક્ષાવૃત્તિ સામે મહિલા સેલની કાર્યવાહી: 3 બાળકોનું સફળ રેસ્ક્યુ

જાહેર રસ્તાઓ પર ભીખ માગતા ૧૨ વર્ષની બાળકી, ૭ વર્ષની બાળકી અને ૨ વર્ષના બાળક સહિત કુલ ૩ બાળકોનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદ શહેરમાંથી બાળ ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવાના સ્પષ્ટ લક્ષ્યાંક સાથે મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિશેષ કાર્યવાહી કરીને જાહેર રસ્તાઓ પર ભીખ માગતા ૧૨ વર્ષની બાળકી, ૭ વર્ષની બાળકી અને ૨ વર્ષના બાળક સહિત કુલ ૩ બાળકોનું સફળ રેસ્ક્યુ કર્યું છે. આ બાળકોને ભીખ માગવા માટે મજબૂર કરવામાં આવતા હતા કે કેમ તે ઉપરાંત માનવ તસ્કરી અને ડ્રગ્સ પેડલિંગ જેવા ગંભીર પાસાઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) ના માર્ગદર્શન હેઠળ બાળકોનું મેડિકલ ચેકઅપ અને જરૂરી સારવાર કરાવવામાં આવી છે. બાળકોના યોગ્ય પુનર્વસન, શિક્ષણ, પોષણ અને આરોગ્યની સુનિશ્ચિતતા માટે તંત્ર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે સતત સંકલન કરીને આગળની કાયદાકીય અને કલ્યાણકારી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

(11:01 PM IST)