હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
વિરમગામની SBI બેંક શાખામાં ગ્રાહકના રૂ.1 લાખની ચોરી
બે અજાણી મહિલાઓએ તેમની નજર ચૂકવીને ચાલબાજીથી નાણાંની ચોરી કરી સ્થળ પરથી ફરાર થઈ ગઈ

વિરમગામ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની શાખામાંથી એક ગ્રાહકના રૂ. ૧ લાખની રોકડ રકમ ચોરી થવાની સળગતી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી બેંકમાંથી એક લાખ રૂપિયા ઉપાડીને પ્લાસ્ટિકની થેલીમાં રાખીને લોન વિભાગના કર્મચારી સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે બે અજાણી મહિલાઓએ તેમની નજર ચૂકવીને ચાલબાજીથી નાણાંની ચોરી કરી સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. આ બનાવ અંગે વિરમગામ ટાઉન પોલીસે ગુનો નોંધીને બેંકના સીસીટીવી ફૂટેજ આધારે મહિલા ચોરોની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
