હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં લાફાકાંડ મામલો: આપ આગેવાન રજની વસાવાના જામીન મંજુર
જામીન મળ્યા બાદ રજની વસાવા જેલમાંથી મુક્ત થઈને બહાર આવતાં જ પરિવારજનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકોએ તેમને હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું

ઝઘડિયા ખાતે આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટના બાદ થયેલા બબાલ અને લાફાકાંડ મામલે છેલ્લા ૪૫ દિવસથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. કંપની પરિસરમાં હોબાળો મચાવવા બદલ ચૈતર વસાવા અને રજની વસાવા સહિતના આપ નેતાઓ સામે ટ્રેસપાસિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જામીન મળ્યા બાદ રજની વસાવા જેલમાંથી મુક્ત થઈને બહાર આવતાં જ પરિવારજનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકોએ તેમને હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે, આ જ કેસમાં ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પીયૂષ પટેલ અને ઝઘડિયા તાલુકા આપ પ્રમુખ હજુ પણ જેલમાં જ બંધ છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
