News of Thursday, 13th August 2026
અપ્રમાણસર મિલકતના કેસમાં કેતકી વ્યાસને સાબરમતી જેલમાં મોકલવા કોર્ટનો આદેશ
સમગ્ર તપાસ મુખ્યત્વે દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત હોવાથી ACB દ્વારા કેતકી વ્યાસના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી

અમદાવાદ : અપ્રમાણસર મિલકતના કેસમાં આરોપી કેતકી વ્યાસની ધરપકડ કર્યા બાદ સ્પેશિયલ ACB કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.જેના આધારે કોર્ટના જેલ વોરંટ સાથે તેમને સાબરમતી જેલ મોકલી દેવાયા છે.સમગ્ર તપાસ મુખ્યત્વે દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત હોવાથી ACB દ્વારા કેતકી વ્યાસના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી.કાર્યવાહી દરમિયાન કેતકી વ્યાસની પ્રત્યક્ષ હાજરીમાં જ સીલ કરાયેલો ફ્લેટ ખોલીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ફ્લેટ સંબંધિત જરૂરી પ્રશ્નો અંગે તેમની હાજરીમાં જ પૂછપરછ પૂર્ણ કરી લેવામાં આવી હતી.દસ્તાવેજી તપાસ જ બાકી હોવાથી તંત્ર દ્વારા રિમાન્ડની જરૂર ન જણાતાં તેમને જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
