<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

અમદાવાદ ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી : નારોલ અને બહેરામપુરાની વધુ બે અનહાઈજેનિક બેકરીઓ સીલ કરાઈ

નારોલ વિસ્તારમાં આવેલી 'મુસ્કાન બેકરી' અને બહેરામપુરા વિસ્તારમાં આવેલી 'પ્રિન્સ બેકરી' અત્યંત ગંદી અને અનહાઈજેનિક સ્થિતિમાં મળી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરમાં અસ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું પાલન ન કરતી વધુ બે બેકરીઓને સીલ મારી દેવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન નારોલ વિસ્તારમાં આવેલી 'મુસ્કાન બેકરી' અને બહેરામપુરા વિસ્તારમાં આવેલી 'પ્રિન્સ બેકરી' અત્યંત ગંદી અને અનહાઈજેનિક સ્થિતિમાં મળી આવી હતી. વધુમાં, પ્રિન્સ બેકરીમાં વપરાતા મેંદાના લોટમાંથી જીવાતો મળી આવતા ભારે ગંભીરતા સેવાઈ હતી. તપાસ દરમિયાન આ બંને એકમો પાસે ફરજિયાત એવું પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ ન હોવાનું સામે આવતાં, તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરીને બંને બેકરીઓને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.

(12:12 AM IST)