News of Friday, 14th August 2026
૧૮૫૭ થી શરૂ થયેલી જ્વાળા ૧૯૪૭માં આઝાદીના સૂર્યોદયમાં પરિવર્તિત થઈ, આઝાદી પાછળ નવ દાયકાઓનો લાંબો સંઘર્ષ, અનેક આંદોલનો, જેલવાસ, બલીદાન અને અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓનું હતું યોગદાન
૧૫ મી ઓગસ્ટ ભારતના સ્વાતંત્ર્યનો ગૌરવપૂર્ણ દિવસ : ભારતની આઝાદીની ગાથા એટલે ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીની ઐતિહાસીક સફર અનેક પડાવો પાર કરાયા ગુલામીની સાંકડો તુટી, ભારતે સ્વત્રંત રાષ્ટ્ર તરીકે કરી નવી સફરની શરૂઆત

(જીતેન્દ્ર રૂપારેલિયા....) વાપીઃ આવતીકાલે ૧૫ મી ઓગસ્ટ એટલે આપણો સ્વાતંત્ર્ય દિવસ દેશભરમાં દેશભક્તિના નારા સાથે ધામધુમ થી ઉજવણી ની તૈયારી ઓ ચાલી રહી છે, દેશભર માં બીજેપી દ્વારા તિરંગા યાત્રા નીકળી રહી છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ હર ઘર તિરંગાના નારાને લોકોએ વધાવી લીધો છે , ચારે બાજુ દેશ ભક્તિનો જુવાળ ઊભો થયો છે, આવતીકાલ ના આ ૮૦માં સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
૧૫ ઓગસ્ટ ભારતના ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ તારીખોમાંની એક છે, ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતે બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મેળવી હતી, પરંતુ આઝાદી એક દિવસમાં મળી નહોતી, તેની પાછળ લગભગ નવ દાયકાનો લાંબો સંઘર્ષ, અનેક આંદોલનો, જેલવાસ, બલિદાન અને અસંખ્ય જાણીતા-અજાણ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન હતું, જો ભારતની આઝાદીની ગાથાને ઊંડાણ થી સમજવી હશે તો વર્ષ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીની આ સમયરેખાને સમજવી પડશે, આવતીકાલના આ ૮૦ માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી વેળા એ આવો આપણે આ ઐતિહાસિક સફરને જોઈએ.
ઞ્જ ૧૮૫૭: સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રથમ મોટી જ્વાળા ૧૮૫૭નો વિદ્રોહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી મહત્વપૂર્ણ પ્રારંભિક પડાવોમાંનો એક હતો બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે સૈનિકો, રાજા ઓ, જમીનદારો અને સામાન્ય લોકોમાં અસંતોષ વધી રહ્યો હતો, કારતૂસના વિવાદે આ અસંતોષને વિસ્ફોટ માં ફેરવવામાં મહત્વની ભૂમિકા ભજવી, મંગલ પાંડે સાથે જોડાયેલી બેરકપુરની ઘટના અને ત્યારબાદ મે ૧૮૫૭માં મેરઠ થી શરૂ થયેલા બળવા એ દિલ્હીને પણ તેની ઝપેટમાં લીધું બહાદુરશાહ ઝફરને પ્રતિકાત્મક રીતે નેતૃત્વ આપવામાં આવ્યું, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, નાનાસાહેબ અને કુવર સિંહ સહિત અનેક નેતા ઓએ બ્રિટિશ શાસન સામે લડત આપી.
ઞ્જ ૧૮૮૫: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના
૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ, શરૂઆતમાં તેનો હેતુ ભારતીયોને રાજકીય પ્રતિનિધિત્વ અને સુધારાઓ માટે સંગઠિત કરવાનો હતો , આ સંગઠન આગળ જતાં ભારતના સ્વાતંત્ર્ય આંદોલનનું સૌથી મહત્વપૂર્ણ રાજકીય મંચ બન્યું.
ઞ્જ ૧૯૦૫: બંગાળનું વિભાજન અને સ્વદેશી આંદોલન ૧૯૦૫માં બ્રિટિશ સરકારે બંગાળનું વિભાજન કર્યું, આ નિર્ણય સામે દેશના અનેક વિસ્તારોમાં વિરોધ શરૂ થયો, વિદેશી માલના બહિષ્કાર અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો સંદેશ વધુ મજબૂત બન્યો,
સ્વદેશી આંદોલને ભારતીયોમાં રાષ્ટ્રીય ચેતના અને આત્મનિર્ભરતાની ભાવનાને નવી દિશા આપી.
ઞ્જ ૧૯૧૫: મહાત્મા ગાંધીનું ભારતમાં આગમન મહાત્મા ગાંધી ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા, આગામી વર્ષોમાં તેમણે સત્યાગ્રહ અને અહિંસાના માર્ગે બ્રિટિશ શાસન સામે જન આંદોલનો ઊભા કર્યા, કહેવાય છે કે ગાંધીજી ના આગમન બાદ સ્વાતંત્ર્ય આંદોલનના રાજકીય સ્વરૂપમાં મોટો ફેરફાર આવ્યો.
ઞ્જ ૧૯૧૯: જાલિયાંવાલા બાગ હત્યાકાંડ ૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ અમૃતસર માં જાલિયાંવાલા બાગમાં જનરલ રેજિનાલ્ડ ડાયર ના આદેશથી નિઃશષા લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો, આ ઘટના એ સમગ્ર ભારતને હચમચાવી દીધું અને બ્રિટિશ શાસન પ્રત્યેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો.
ઞ્જ ૧૯૨૦: અસહકાર આંદોલન
મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ૧૯૨૦માં અસહકાર આંદોલન શરૂ થયું, સરકારી શાળાઓ, કોલેજો, કચેરી ઓ અને વિદેશી વસ્તુઓ નો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી, આ પ્રથમ મોટા રાષ્ટ્રીય જન આંદોલનોમાંનું એક બન્યું , (ભારત સરકારના ઐતિહાસિક દસ્તાવેજો પણ ૧૯૨૦ના અસહકાર, ૧૯૩૦ના સવિનય કાનૂનભંગ અને ૧૯૪૨ના ભારત છોડો આંદોલનને ગાંધીજીના નેતૃત્વ હેઠળના ત્રણ મોટા આંદોલન તરીકે દર્શાવે છે.)
ઞ્જ ૧૯૩૦: દાંડી કૂચ અને મીઠાનો સત્યાગ્રહ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમથી દાંડી તરફ પગપાળા નીકળ્યા, લગભગ ૨૪ દિવસની યાત્રા બાદ તેઓ ૬ એપ્રિલે દાંડી પહોંચ્યા અને મીઠાના કાયદાનો ભંગ કર્યો, આ ઘટના એ બ્રિટિશ સરકાર સામેના સવિનય કાનૂનભંગ આંદોલનને દેશવ્યાપી બનાવવા માં મહત્વની ભૂમિકા ભજવી , ગુજરાત માટે દાંડી કૂચ ખાસ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
ઞ્જ ૧૯૩૧: ગાંધી-ઇરવિન કરાર સવિનય કાનૂનભંગ આંદોલનના સમયગાળા દરમિયાન ગાંધીજી અને બ્રિટિશ વાઇસરોય લોર્ડ ઇરવિન વચ્ચે સમજૂતી થઈ, ત્યારબાદ ગાંધીજી લંડનમાં યોજાયેલી ગોળમેજી પરિષદ માં ભાગ લેવા ગયા , પરંતુ ભારત ના બંધારણીય ભવિષ્ય અંગે કોઈ અંતિમ સમાધાન થઈ શક્યું નહીં.
ઞ્જ ૧૯૩૫: ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫નો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ બ્રિટિશ ભારતના બંધારણીય ઇતિહાસ માં મહત્વપૂર્ણ પડાવ હતો , પ્રાંતીય સ્વાયત્તતાની જોગવાઈ ઓ સાથે ભારતીય રાજકારણમાં ચૂંટણીઓ અને પ્રાંતીય સરકારોની ભૂમિકા વધી.
ઞ્જ ૧૯૪૨: ભારત છોડો આંદોલન ૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ બોમ્બેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકમાં ભારત છોડો આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવાયો,મહાત્મા ગાંધી એ ‘કરો અથવા મરો'નો સંદેશ આપ્યો , ૯ ઓગસ્ટથી દેશભર માં આંદોલન ઝડપથી ફેલાયું અને કોંગ્રેસના મોટા ભાગના નેતાઓની ધરપકડ કરવામાં આવી , મુંબઈનું ગ્વાલિયા ટેન્ક મેદાન ( હાલનું ઓગસ્ટ ક્રાંતિ મેદાન ) આ ઐતિહાસિક આંદોલન સાથે ગાઢ રીતે જોડાયેલું છે.
ઞ્જ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિદ ફોજ નેતાજી સુભાષચંદ્ર બોઝે સશષા સંઘર્ષના માર્ગે બ્રિટિશ શાસન સામે લડત આપી , આઝાદ હિંદ ફોજે ભારતની સ્વતંત્રતા માટે સૈન્ય માર્ગે સંઘર્ષ કર્યો , નેતાજી નું પ્રખ્યાત આહવાન હતુ, ‘‘તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ'' અને જાણે આ નારો ભારતીય રાષ્ટ્રીય ચેતનાનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો.
ઞ્જ ૧૯૪૫-૪૬: આઝાદ હિદ ફોજના કેસ અને જન માનસ બીજા વિશ્વયુદ્ધ બાદ આઝાદ હિદ ફોજના અધિકારી ઓ સામેના કેસો એ ભારત માં ભારે જનઆક્રોશ ઊભો કર્યો , દેશ માં બ્રિટિશ શાસન સામે ની માનસિકતા વધુ મજબૂત બની.
ઞ્જ ૧૯૪૬: રોયલ ઇન્ડિયન નેવી બળવો ફેબ્રુઆરી ૧૯૪૬ માં મુંબઈ સહિત અનેક સ્થળોએ ભારતીયનૌ સૈનિકોએ બળવો કર્યો , ભારત સરકારના ઐતિહાસિક રેકોર્ડ મુજબ આ બળવા માં ૬૦ થી વધુ જહાજો અને કિનારાના મથકો તથા આશરે ૧૦,૦૦૦ નૌ સૈનિકો જોડાયા હતા , આ ઘટના બ્રિટિશ શાસન માટે ગંભીર સંકેત બની.
ઞ્જ ૧૯૪૬: કેબિનેટ મિશન
બ્રિટિશ સરકારે ભારતના રાજકીય ભવિષ્ય અંગે સમાધાન શોધવા કેબિનેટ મિશન મોકલ્યું , સ્વતંત્ર ભારતનું બંધારણ કેવી રીતે બનશે અને સત્તા કેવી રીતે હસ્તાંતરીત થશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ.
ઞ્જ ૧૯૪૭: આઝાદીનો અંતિમ પડાવ ૧૯૪૭માં લોર્ડ માઉન્ટ બેટન ભારતના અંતિમ વાઇસરોય બન્યા, ભારતના વિભાજન અને સત્તા હસ્તાંતરની પ્રક્રિયા આગળ વધી , ભારત અને પાકિસ્તાન બે અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા વિભાજન સાથે જ દેશે ભયાનક સામાજિક અશાંતિ અને મોટા પાયે સ્થળાંતર નો સામનો કર્યો.
ઞ્જ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭: ભારત સ્વતંત્ર બન્યું અને આખરે આટલા વર્ષો ના સંઘર્ષ બાદ, આવ્યો એ ઐતિહાસિક દિવસ ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ આ દિવસે ભારત બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થયું, અને જાણે ભારતની આઝાદીનો સુરજ ઉગ્યો,
પંડિત જવાહરલાલ નેહરુ એ સ્વતંત્ર ભારત ના પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ લીધા, સ્વતંત્રતાની પૂર્વ સંધ્યા એ નેહરુ એ બંધારણ સભા માં ઐતિહાસિક ટ્રસ્ટ વિથ ડેસ્ટીની ભાષણ આપ્યું , આ ક્ષણ ભારત ના આધુનિક ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણો માં ની એક બની.
ઞ્જ ૧૫ ઓગસ્ટનો સાચો સંદેશ
૧૫ ઓગસ્ટ માત્ર ધ્વજવંદન, દેશભક્તિના ગીતો ગાવા નો કે સાંભળવાનો કે રજાનો દિવસ નથી
આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભારતની આઝાદી પાછળ લાખો લોકોનો સંઘર્ષ અને અસંખ્ય લોકોના બલિદાનની ગાથા છે , ૧૮૫૭ની જ્વાળાથી શરૂ થયેલી રાષ્ટ્રીય ચેતના, ગાંધીજી ના સત્યાગ્રહ, ક્રાંતિકારીઓના બલિદાન, આઝાદ હિદ ફોજના સંઘર્ષ, ભારત છોડો આંદોલન અને અનેક પ્રાદેશિક જન આંદોલનોમાંથી પસાર થઈને આખરે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતે
ઞ્જ આજે આપણી જવાબદારી સ્વાતંત્ર્ય સેનાની ઓ એ ભારત ને આઝાદ કરાવ્યું, આજની પેઢી ની જવાબદારી છે કે તે આ આઝાદીને વધુ મજબૂત બનાવે, એકતા, બંધારણ, લોકશાહી, રાષ્ટ્રપ્રેમ, વિકાસ અને જવાબદાર નાગરિકત્વ આ જ સ્વતંત્ર ભારત ની સાચી શક્તિ છે
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
