તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
રાજ્યના ૧૫૯ તાલુકાઓમાં ધીમીધારે વરસાદઃ વલસાડ ૩.૪૩-ખેરગામ ૨.૮૩-નાનાપોંઢા ૨.૭૨-પાલનપુર ૨.૪૪ અને ધંધુકા ૧.૯૭ ઇંચ
પવિત્ર શ્રાવણ માસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં જળાભિષેક કરતા મેઘરાજા ઉકાઇ ડેમની જળ સપાટીમાં સતત વધી ને ૩૩૪.૭૬ ફૂટે પહોંચી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ થી મેઘરાજા જાણે શિવાલયો માં અભિષેક કરી રહ્યાં હોય તેમ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસી રહ્યા છે.
ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો અમદાવાદઃ ધંધુકા ૫૦, ધોળેરા ૪૨, બાવળા ૨, વિરમગામ ૨, માંડલ ૨ મીમી.
અમરેલીઃ બાબરા ૮, લાઠી ૫, લીલિયા ૩, કુંકાવાવ-વડિયા ૨ મીમી.
આણંદઃ બોરસદ ૩૮, આંકલાવ ૮, તારાપુર ૧૦, પેટલાદ ૬, આણંદ ૫, સોજિત્રા ૧૫, ખંભાત ૨ મીમી.
અરવલ્લીઃ શામળાજી ૧૩, ભિલોડા ૮, મોડાસા ૬, મેઘરજ ૫, માલપુર ૫, બાયડ ૪, સાઠંબા ૩, ધનસુરા ૧ મીમી.
બનાસકાંઠાઃ પાલનપુર ૬૨, ડીસા ૪૩, દાંતા ૩૮, અમીરગઢ ૨૦, હડાદ ૧૩, વડગામ ૯, દાંતીવાડા ૯, ઓગડ ૧, કાંકરેજ ૧ મીમી.
ભરૂચઃ વાગરા ૨૩, આમોદ ૨૦, જંબુસર ૮, ભરૂચ ૫, ઝઘડિયા ૪, નેત્રંગ ૩, હાંસોટ ૧૩ મીમી.
ભાવનગરઃ તળાજા ૧૧, ઘોઘા ૮, ઉમરાળા ૮, સિહોર ૭, ગારીયાધાર ૬, પાલીતાણા ૫, મહુવા ૪, ભાવનગર ૩, વલ્લભીપુર ૨ મીમી.
બોટાદઃ રાણપુર ૩૩, બોટાદ ૩૧, બરવાળા ૨૫, ગઢડા ૭ મીમી.
છોટાઉદેપુરઃ સંખેડા ૨૬, છોટાઉદેપુર ૯, કવાંટ ૧૩, નસવાડી ૫, કડવાલ ૫, જેતપુર પાવી ૩ મીમી.
દાહોદઃ ફતેપુરા ૪૦, સુખસર ૨૩, સંજેલી ૧૩, ઝાલોદ ૬, ધાનપુર ૫, લીમખેડા ૫, ગરબાડા ૨ મીમી.
ડાંગઃ આહવા ૨૯, વઘઈ ૨૮, સુબીર ૧૪ મીમી.
ગાંધીનગરઃ ગાંધીનગર ૧ મીમી.
ગીર સોમનાથઃ કોડીનાર ૫, તાલાળા ૪, ગીર ગઢડા ૩, ઉના ૨ મીમી.
જામનગરઃ કાલાવડ ૩ મીમી.
જુનાગઢઃ માણાવદર ૭, વંથલી ૧ મીમી.
ખેડાઃ નડિયાદ ૫, મહુધા ૫, ગળતેશ્વર ૪, વાસો ૩, માતર ૨, ફાગવેલ ૧ મીમી.
મહેસાણાઃ વિસનગર ૩૨, મહેસાણા ૪, વિજાપુર ૩, વડનગર ૨ મીમી.
મહીસાગરઃ સંતરામપુર ૪૬, વિરપુર ૪૪, ગોધર ૨૦, લુણાવાડા ૧૬, કડાણા ૧૧, ખાનપુર ૪ મીમી.
મોરબીઃ ટંકારા ૬, મોરબી ૬, માળિયા ૪, હળવદ ૨ મીમી.
નર્મદાઃ દેડિયાપાડા ૧૬, સાગબારા ૯, તિલકવાડા ૭, ગરુડેશ્વર ૩, ચિકડા ૨ મીમી.
નવસારીઃ ખેરગામ ૭૨, વાંસદા ૩૧, ચીખલી ૨૧, ગાંદેવી ૨૧, નવસારી ૧૩, જલાલપોર ૭ મીમી.
પંચમહાલઃ ગોધરા ૨૫, જાંબુઘોડા ૧૧, કાલોલ ૧૧, હાલોલ ૧૦, ઘોઘંબા ૩, મોરવા હડફ ૩ મીમી.
પાટણઃ ચાણસ્મા ૫ મીમી.
રાજકોટઃ ગોંડલ ૯, જેતપુર ૩ મીમી.
સાબરકાંઠાઃ વડાલી ૩૬, ખેડબ્રહ્મા ૧૦, ઈડર ૮, હિમતનગર ૪ મીમી.
સુરતઃ બારડોલી ૩૫, પલસાણા ૨૩, ઓલપાડ ૧૭, મહુવા ૧૭, કામરેજ ૧૭, સુરત શહેર ૧૫, અંબિકા ૧૩, ચોરાસી ૧૧, આરેઠ ૬, ઉમરપાડા ૫, માંડવી ૨ મીમી.
સુરેન્દ્રનગરઃ વઢવાણ ૧૯, લીંબડી ૧૦, દસાડા ૧૦, ચૂડા ૪, ધ્રાંગધ્રા ૩, મુળી ૧ મીમી.
તાપીઃ વાલોડ ૧૪, ડોલવણ ૧૦, સોનગઢ ૯, કુકરમુંડા ૮, વ્યારા ૨, નિઝર ૨, ઉકાઈ ૨ મીમી.
વડોદરાઃ દેસર ૧૯, સાવલી ૧૫, સિનોર ૧૩, કરજણ ૧૦, પાદરા ૪, વડોદરા ૧ મીમી.
વલસાડઃ વલસાડ ૮૭, નાનાપોંઢા ૬૯, કપરાડા ૪૩, ધરમપુર ૩૫, પારડી ૩૨, વાપી ૨૬, ઉમરગામ ૧૬ મીમી.
વાવ-થરાદઃ દિયોદર ૨ મીમી વરસાદ નોંધાયો છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
