તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
સુરત ગુરૂકુલમાં તિરંગાની મહામાનવ આકૃતિ
આપણો દેશ તિરંગાના ત્રણ રંગો હેઠળ એકસૂત્રે બંધાયેલ છેઃ પ્રભુ સ્વામી સુરત વેડ રોડ સ્વામીનારાયણ ગુરૂકુલમાં સંતોની હાજરીમાં વિદ્યાર્થીઓએ તિરંગાની મહામાનવ આકૃતી સર્જેલ તે પ્રસંગની તસ્વીર

સુરત તા.૧૪: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, નાની વેડ, સુરત ખાતે ‘હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભારતની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગાની ભવ્ય ર્ંમહામાનવ આકૃર્તિંનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રધ્વજ પ્રત્યેની આદરભાવના અને રાષ્ટ્રભક્તિની લાગણીને અભિવ્યક્ત કરતી આ ભવ્ય માનવાકૃતિ દ્વારા વિદ્યાર્થીઓએ સમગ્ર સમાજ અને દેશ સુધી ‘હર ઘર તિરંગા'નો સંદેશ પહોંચાડ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રગૌરવ અને એકતાની ભાવના જોવા મળી હતી. આ અનોખી રાષ્ટ્રભક્તિમય પ્રવૃત્તિમાં ૧૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે આપણો ભારત દેશ ભાષા, પ્રાંત, રંગ, જાતિ અને જ્ઞાતિ જેવી અનેક વિવિધતાઓ ધરાવતો હોવા છતાં તિરંગાના ત્રણ રંગો હેઠળ એકસૂત્રે બંધાયેલો છે. ગુરુકુલમાં અધ્યાત્મ સાથે આધુનિકતા, કર્મઠતા અને સમર્પણનો સાંસ્કૃતિક સુયોગ થયેલો છે.
આઝાદી પછી રાષ્ટ્રનિષ્ઠ નાગરિકોના નિર્માણ માટે અને સૈકાઓનો માર ઝીલેલી સંસ્કૃતિને પુનઃ જાગૃત કરવાનો પ્રયાસ રાજકોટ ગુરુકુલ અને તેની દેશ વિદેશની ૬૮ શાખાઓ તથા સંતો દ્વારા થઈ રહ્યો છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના આચાર્યશ્રી ઠેશિયાએ કહ્યું હતું કે ગુરુકુલ હંમેશાં ધર્મ, સમાજસેવા અને રાષ્ટ્રભક્તિના સંસ્કારોને પ્રાધાન્ય આપતું રહ્યું છે.
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘હર ઘર તિરંગા' ના આહ્વાનને ગુરુકુલ દ્વારા અનોખી રીતે વધાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગુરુકુલના શ્રી પ્રભુ સ્વામી, શ્વેત વૈકુંઠ સ્વામી, ભક્તિતનય સ્વામી, જ્ઞાન પ્રકાશ સ્વામી, પુરુષોતમ સ્વામી, યોગશ્વરૂપ સ્વામી, રાધારમણ સ્વામી, નિર્મળ સ્વામી વગેરે સંતો સાથે મુખ્ય અતિથિ તરીકે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિહ પરમાર, ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી ભાજપ પ્રદેશ યુવા મહામંત્રીશ્રી ડો. ભાવિનભાઈ શિરોયા, વોર્ડ મહામંત્રીશ્રી કલ્પેશભાઈ ભોજાણી તથા શ્રી હરેશભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે તિરંગા માનવ આકૃતિ બનાવવામાં આચાર્યશ્રી ઠેસીયા , આચાર્યશ્રી સલિયા ના માર્ગદર્શન અનુસાર શ્રી પ્રવિણભાઈ પ્રજાપતિ, શ્રી જગદીશભાઈ પીપળીયા, વગેરે શિક્ષકો તથા વિદ્યાર્થીઓની ટીમે જહેમત ઉઠાવેલ.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
