હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈથી સુરતમાં MD ડ્રગ્સ પ્રસરે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી, આંતરરાજ્ય નેટવર્ક ખુલ્યું
પોલિસ કમિશનર વંબાગ જમીર, ક્રાઇમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપીના નેતૃત્વ અને એસીપી કિરણ મોદીના સંકલનમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે. એન. ઝાલા તથા સ્ટાફ દ્વારા વધુ એક સિદ્ધિ મેળવી... : તૌકિર યાસીન શેખને ડીલેવરી આપવાનો હતો : મુંબઈના સમીર ઉર્ફ છોટુ દ્વારા યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલતા કાળા ધંધાના સોદાગર દ્વારા આ જથ્થો પૂરો પડાયેલ, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા ‘અકિલા' સમક્ષ ડ્રગ્સ કારોબારનો અથ થી ઇતિ તાર ખોલ્યા...

રાજકોટ, તા.૧૪: નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન અંતર્ગત સુરત ડીસીબી, sog, પીસીબી અને સ્થાનિક પોલિસ સ્ટેશનો દ્રારા ચાલતા જબરજસ્ત જંગમાં મુંબઈથી સુરતમા હાઈ કાવોલેટીના MD ડ્રગ્સ ઘુસાડવાના આંતર રાજ્ય નેટવર્કનો પોલિસ કમિશનર વાંબાગ જમીર, ક્રાઇમ બ્રાન્ચ વડા કરણરાજ઼ વાઘેલાના માર્ગદર્શનમા ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વમા અને એસીપી કિરણ મોદીના સંકલનમાં વધુ એક મોટી સફળતા પોલિસ ઇન્સ્પેકટર જે. એન. ઝાલા અને સ્ટાફને મળી છે.
આ અંગે અકિલાં સાથેની વાતચીતમા ડીસીપી ભાવેશ રોજિયા દ્રારા આખા નેટવર્ક અંગે સ્ફોટક વિગતો વર્ણવી છે. તેમણે જણાવ્યું કે "NO DRUGS IN SURAT CITYૅ અભિયાન હેઠળ આ પ્રકારની પ્રવળત્તિને ડામવા માટે પોલીસ સત કાર્યરત છે અને આરોપી વિરુદ્ધ ફઝભ્લ્ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
"NO DRUGS IN SURAT CITY" અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓને પકડવા સુચના મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં હતી. દરમિયાન તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ સુરત શહેર મિઠોળા બ્રિજ થી કપલેટા ચેક પોસ્ટ વચ્ચે જાહેર રોડ ઉપરથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઈ આવનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
પકડાયેલ આરોપી તૌકીર ઉર્ફે બિલ્લા S/O રઈશ ખાન, ઉ.વ.૨૦, રહે. બિલ્ડીંગ નંબર 3C, ત્રીજો માળ, ગોલ્ડન આવાસ, ઉન પાટીયા, સુરત. મૂળ ગામ- દુબરીયા, પોસ્ટ-બદોસા, તા. અત્તરા, જિલ્લા- બાંદા, ઉત્તરપ્રદેશ.
જપ્ત કરેલ મુદ્દામાલઃ મેફેડ્રોન ડ્રગ્સ (MD) નેટ વજન ૫૩.૭૯૦ ગ્રામ, કિંમત રૂ.૧,૬૧,૩૭૦/, VIVO Y27 મોબાઈલ ફોન - ૦૧, કિંમત રૂ.૧૦,૦૦૦/-, રોકડ રૂ.૪૦૦/-, રેલ્વે ટીકીટ - ૦૧, કિંમત રૂ.૦૦.૦૦. મળી કુલ મુદ્દામાલની કિંમતઃ રૂ.૧,૭૧,૮૧૦/ પુછપરછમાં આરોપીએ જણાવ્યું કે તે સુરત ઉગાતમાં રહેતા યાસીન શેખના કહેવાથી આ ડ્રગ્સનો જથ્થો લાવેલ છે. અને મુંબઈમાં રહેતા સમીર ઉર્ફે છોટુ પાસેથી ધારાવી વિસ્તારમાંથી આ ડ્રગ્સ લીધેલ હતું. તે ટ્રેન મારફતે નવસારી ઉતરી અને ઉન સચિન ખાતે રહેતા યાસીન શેખને ડિલિવરી આપવાનો હતો.
વોન્ટેડ આરોપીઃ ૧. ડ્રગ્સનો જથ્થો મંગાવનાર - યાસીન સલમાન શેખ, ઉ.વ.૩૪, રહે. ઘર નંબર ૧૩૬, અલીફ નગર, ઉન પોલીસ ચોકીની બાજુમાં, ઉન પાટીયા, સુરત. મૂળઃ મઢુવારા, જિ. આઝમગઢ, ઉત્તરપ્રદેશ. ૨. ડ્રગ્સનો જથ્થો પુરો પાડનાર - સમીર ઉર્ફે છોટુ, રહે. મુંબઈ. પોલીસ વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે પણ તપાસ કરી રહી છે.










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
