તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
અમદાવાદના ગીતામંદિરથી સૌરાષ્ટ્ર-કચ્છ જતાં મુસાફરો ખાસ નોંધે: હવે બસો ટર્મિનલ-૨ પરથી ઉપડશે: દક્ષિણ ગુજરાત તરફ જતી બસો મુખ્યત્વે ટર્મિનલ-૧ પરથી સંચાલિત થશે

અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે અમદાવાદના ગીતામંદિર બસપોર્ટ ખાતે મુસાફરો માટે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ જતી બસો હવે નવા ટર્મિનલ-૨ પરથી ઉપડશે. નિગમના સત્તાવાર સામાજિક માધ્યમ ખાતા દ્વારા પણ મુસાફરોને આ વિસ્તારોની મુસાફરી માટે ટર્મિનલ-૨નો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
નવું ટર્મિનલ ૧૩ ઓગસ્ટથી કાર્યરત થયું છે. અહીં ૩૯ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે અને દરરોજ આશરે ૧,૦૯૧ બસો સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળો માટે ઉપડશે. રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, મહેસાણા, પાલનપુર, પાટણ, હિંમતનગર, ગાંધીનગર અને મુન્દ્રા સહિતના રૂટ ટર્મિનલ-૨ સાથે જોડાયા છે.
મુસાફરો માટે પ્રતીક્ષાલય, મહિલાઓ માટે અલગ પ્રતીક્ષાલય, મુસાફર આરામગૃહ, પાર્કિંગ, કેન્ટીન, ટિકિટ વ્યવસ્થા, શૌચાલય અને પાર્સલ રૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે.
જ્યારે દક્ષિણ ગુજરાત તરફ જતી બસો મુખ્યત્વે ટર્મિનલ-૧ પરથી સંચાલિત થશે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
