<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લો ફરી એકવાર સમગ્ર રાજ્યમાં પ્રથમ: ૯૨% ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો

ડ્રોપઆઉટ થયેલા ૪૨૨૪ બાળકોમાંથી ૩૯૦૬ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ અપાયો: બાકી રહેલા ૩૧૮ બાળકોને પુનઃ પ્રવેશ આપવા સઘન પ્રયાસો:ગત મે મહિનામાં જાહેર થયેલા પરિણામ મુજબ નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો હતો

રાજપીપળા:નર્મદા જિલ્લાએ શિક્ષણક્ષેત્રે બે અનોખી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર રાજ્યમાં જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગત મે મહિનામાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.  તેવી જ રીતે આજે જિલ્લાના 4,224 ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓમાંથી 3,906 વિદ્યાર્થીઓને શાળામાં પુનઃ પ્રવેશ આપી 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં ફરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

શાળાથી ડ્રોપ થયેલા બાળકોને શિક્ષણ વ્યવસ્થામાં ફરી જોડવા ગયા મહિને સમરસ વિદ્યાસેતુ મેગા અભિયાનનો રાજ્યવ્યાપી આરંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત આવાં બાળકોની ઓળખ કરી બાળકોના વાલીઓમાં અને સમાજમાં સમજણ પુરી પાડી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને રાજપીપળાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે સન્માનિત હતા.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ-2003માં નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી શાળા પ્રવેશોત્સવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

(7:56 PM IST)