<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ગુજરાતમાં વરસાદનો મિજાજ યથાવત: પંદરમી ઓગસ્ટે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

આગામી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં, અનેક જિલ્લાઓને સતર્ક રહેવા સૂચના

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. હવામાન વિભાગના તાજા ઉપવિભાગીય બુલેટિન મુજબ પંદરમી ઓગસ્ટે ગુજરાત રિજનમાં કેટલાક સ્થળે ભારે વરસાદ સાથે ગાજવીજ અને પવનની ચેતવણી છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ માટે એ દિવસે વિશેષ ભારે વરસાદની ચેતવણી નથી. રાજ્યમાં વીસમી ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે. ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ દર્શાવાયું છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો આશરે ૭૩.૨૩ ટકા વરસાદ નોંધાયો છે. શુક્રવારે રાજ્યના ૧૧૧ તાલુકામાં વરસાદ નોંધાયો અને ડાંગના વઘઈમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યાનો અહેવાલ છે.


 

(10:34 PM IST)