<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

અમદાવાદમાં TRB જવાન જાવેદખાન હુસેનખાન સામે PSIએ ગેરવર્તણૂક ફરિયાદ નોંધાવી

ફરજમાં ગેરહાજર રહેતા PSI ભરત પંડ્યાએ રિપોર્ટ કર્યો જેનો ખાર રાખી TRB જવાને PSIને અપશબ્દો બોલી “મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ” તેવી ધમકી આપી.

અમદાવાદમાં TRB જવાન જાવેદખાન હુસેનખાન સામે PSIએ ગેરવર્તણૂક ફરિયાદ નોંધાવી છે.  TRB જવાન જાવેદખાન હુસેનખાન વિશાલા ચાર રસ્તા પાસે ફરજ પર હતા. ફરજમાં ગેરહાજર રહેતા PSI ભરત પંડ્યાએ રિપોર્ટ કર્યો હતો. જેનો ખાર રાખી TRB જવાને PSIને અપશબ્દો બોલી “મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ” તેવી ધમકી આપી. જેને લઈ PSI દ્વારા વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આરોપીને TRB માંથી રિમૂવ કરવા માટે તજવીજ હાથ ધરાઈ છે.

(8:40 PM IST)