News of Sunday, 16th August 2026
રાજ્યમાં આ વર્ષે સિઝનનો સરેરાશ 671.34 મિ.મી. એટલે કે મોસમનો કુલ 73.86% વરસાદ નોંધાયો
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 100.67% વરસાદ ખાબક્યો: પૂર્વ-મધ્ય ગુજરાતમાં 73.59%, ઉત્તર ગુજરાતમાં 55.94% અને સૌરાષ્ટ્રમાં 55.45% વરસાદ નોંધાયો

અમદાવાદ :રાજ્યમાં આ વર્ષે સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 671.34 મિ.મી. એટલે કે મોસમનો કુલ 73.86% વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 100.67% વરસાદ ખાબક્યો છે, જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 73.59%, ઉત્તર ગુજરાતમાં 55.94% અને સૌરાષ્ટ્રમાં 55.45% વરસાદ નોંધાયો છે. રાજ્યના 233 તાલુકાઓમાંથી 36 તાલુકાઓમાં 1000 મિ.મી.થી વધુ વરસાદ પડી ચૂક્યો છે.
ભારે વરસાદને કારણે નીચાણવાળા અને જોખમી વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 84,318થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં નવસારીમાં 28,060, વલસાડમાં 22,214 અને સુરતમાં 17,992 જિલ્લાઓ અગ્રેસર છે. જેમાં રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યભરમાં NDRFની 12 ટુકડીઓ અને SDRFની 30 પ્લાટૂન્સ તૈનાત કરવામાં આવી હતી.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
