<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

વડોદરાના મકરપુરા વિસ્તારમાં ટ્રકચાલકે રસ્તે ચાલતી યુવતીને અડફેટે લેતા ગંભીર ઇજા

યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ :પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી:પોલીસે ટ્રકચાલકને ઝડપી લીધો

વડોદરાના મકરપુરા વિસ્તારમાં ટ્રકચાલકે રસ્તે ચાલતી યુવતીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની અડફેટે આવ્યા બાદ યુવતી ટ્રક નીચે આવી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ટ્રક યુવતીને અડફેટે લેતો જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટ્રકચાલકને ઝડપી લીધો છે અને અકસ્માતની સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

(9:59 PM IST)