News of Saturday, 15th August 2026
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં હવામાનમાં અચાનક પલટો
ઘાટલોડિયા, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ:લાંબા સમયથી પ્રવર્તતા અસહ્ય ઉકળાટ અને ભારે બફારા બાદ વરસાદ વરસતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ શહેરમાં સતત વધતી ગરમી અને અસહ્ય બફારા વચ્ચે આખરે મેઘરાજાએ પધરામણી કરી છે. શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા વિવિધ વિસ્તારોમાં અચાનક હવામાન પલટાયું હતું અને કાળાડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે વરસાદી માહોલ શરૂ થયો હતો. વરસાદના આગમન સાથે જ શહેરીજનોને ગરમીમાંથી મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા, ચાણક્યપુરી , કે. કે. નગર, નિર્ણયનગર તેમજ આસપાસના વિસ્તારોમાં અચાનક પવન ફૂંકાવા સાથે ધીમીથી મધ્યમ ગતિએ વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. જોતજોતામાં માર્ગો ભીંજાયા હતા અને વાહનચાલકો તેમજ રાહદારીઓએ વરસાદી પવનની લહેરો સાથે તાજગીનો અનુભવ કર્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને કારણે લોકો અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત થઈ ગયા હતા. બપોરના સમયે ઘર કે ઓફિસની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. ત્યારે સાંજના સમયે વરસેલા આ વરસાદથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
વરસાદ શરૂ થતાં જ ખાસ કરીને યુવાનો અને બાળકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. રસ્તાઓ પર વરસાદી માહોલનો આનંદ માણવા લોકો નીકળી પડ્યા હતા. હવામાનમાં આવેલા આ સકારાત્મક પલટાથી શહેરનું વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું છે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
