તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
પૂ. સંતશ્રી લાલબાપુનું પ્રોસ્ટેજનું ઓપરેશન પૂર્ણ

રાજકોટ : પૂજય સંતશ્રી લાલબાપુનું પ્રોસ્ટેજનું ઓપરેશન અમદાવાદની ઓપરેશન રેડિયન્સ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. જાણીતા અને નિષ્ણાંત તબીબો ડૉ. અપૂર્વ વ્યાસ અને ડૉ. અમિત ત્રિવેદી (એમસીએચ યુરોલોજીસ્ટ) અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ. તમામ સેવકોની પ્રાર્થના સફળ થઇ છે. પૂ. લાલબાપુ અમદાવાદ ખાતે રાજુભાઇ ગજેરાના નિવાસસ્થાને રોકાણ કરશે તેમ જણાવાયું છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
