<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

યુપીએના ૨૦૦૪થી ૨૦૧૪ શાસન દરમિયાન ૧૯૧૩ જવાનો શહિદ થયાઃ ૫૦૧૯ નિર્દોષોએ જીવ ગુમાવ્‍યાઃ હર્ષ સંઘવી

પી.ચિદમ્‍બરમના નિવેદનથી દેશને સમજાયુ કે તેમની સરકાર તથા તેમના ગૃહમંત્રીના કાર્યકાળમાં નકસલવાદ આટલો કેમ ફુલ્‍યો- ફાલ્‍યોઃ નાયબ મુખ્‍યમંત્રીનો સણસણતો પ્રહાર

રાજકોટઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી ‘‘દિમાગી નક્‍સલ'' અંગે કરેલી ટિપ્‍પણી બાદ દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવ્‍યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્‍દ્રીય ગળહમંત્રી પી. ચિદમ્‍બરમે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ (અગાઉનું ટ્‍વીટર) પર લખ્‍યું હતું કે, ‘‘મને દિમાગી નક્‍સલ હોવાનો ગર્વ છે!'' આ નિવેદનના જવાબમાં ગુજરાતના નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આકરા શબ્‍દોમાં પલટવાર કર્યો છે.

શ્રી હર્ષ સંઘવીએ ચિદમ્‍બરમને આડેહાથ લેતા જણાવ્‍યું છે કે, તેમના આ નિવેદનથી જરા પણ આヘર્ય થતુ નથી. હવે દેશને સમજાયુ છે કે યુપીએ સરકાર અને ચિદમ્‍બરમના ગૃહમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નકસલવાદ આટલો બધો કેમ ફુલ્‍યો- ફાલ્‍યો હતો.

સત્તાવાર આંકડાકીય વિગતો રજૂ કરતા સંઘવીએ એક્‍સ - ટ્‍વીટર પર ધડાકો કર્યો હતો કે વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪ દરમિયાન નક્‍સલવાદ સામે લડતા આપણા ૧૯૧૩ જેટલા પોલીસ અને સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. આ જ શાસનમાં ૫,૦૧૯ થી વધુ નિર્દોષ ભારતીયોએ નક્‍સલી હુમલાઓમાં જીવ ગુમાવ્‍યા હતા.

ચોંકાવનારી વાત તો એ છે કે, તેમના નાક નીચે નક્‍સલીઓ દ્વારા ૯૨ ટકા હથિયારો પોલીસના શસ્‍ત્રાગારમાંથી જ લૂંટવામાં આવ્‍યા હતા. વર્ષ ૨૦૧૩ માં દેશના ૧૮૨ જિલ્લાઓ નક્‍સલી હિંસાની બાનમાં હતા. યુપીએ સરકારનો આંતરિક સુરક્ષાનો આ કાળો ઈતિહાસ તેની નિષ્‍ફળતાની સાબિતી આપે છે

(3:37 PM IST)