તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
સૌરાષ્ટ્ર-કચ્છના ૧ર જીલ્લામાં ૮૦ થી વધુ ડે. કલેકટરો અને પ્રાંત અધિકારીઓની નિમણુંકઃ તમામ જગ્યા ભરાઇ
કુલ ૧૪૪ની બદલીઃ ૮૦ જેટલા સૌરાષ્ટ્ર-કચ્છમાં: તાકિદે ચાર્જ સંભાળી લેવા સૂચના...

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મહેસૂલ વિભાગમાં રાજયવ્યાપી મોટો વહીવટી ફેરફાર કરતાં ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-૧ના ૧૪૪ અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી અને નવી નિમણૂકના આદેશો કર્યા છે. મહેસૂલ વિભાગ દ્વારા આજે બહાર પાડવામાં આવેલા આ હુકમમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર ફેરફારો થયા છે.
સૌરાષ્ટ્રમાં કોને ક્યાં મૂકાયા?
રાજકોટ : રાજકોટ શહેર-૧ના પ્રાંત અધિકારી ચાંદની એમ. પરમારને નાયબ કલેક્ટર-૧, જૂનાગઢ મુકાયા છે. તાપીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભરતભાઈ આર. ચાવડાને પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-૨; ગીર સોમનાથના જિલ્લા પુરવઠા અધિકારી પારસ ડી. વાંદાને પ્રાંત અધિકારી, ગોંડલ તથા પોરબંદરના જિલ્લા પુરવઠા અધિકારી હર્ષવર્ધન ડી. જાડેજાને પ્રાંત અધિકારી, રાજકોટ ગ્રામ્ય તરીકે નિમણૂક અપાઈ છે.
જામનગર : દાહોદના જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ એમ. લોડાલિયાને પ્રાંત અધિકારી, ધ્રોલ; સુરત સ્ટેમ્પ ડ્યુટી વિભાગના નાયબ કલેક્ટર શાંતિબેન વી. ઢીલાને પ્રાંત અધિકારી, જામનગર ગ્રામ્ય તથા વડોદરામાં વિશેષ જમીન સંપાદન અધિકારી પૂનમબેન આર. પરમારને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, જામનગર મુકાયા છે. જામનગરના જિલ્લા પુરવઠા અધિકારી સુધીરભાઈ ડી. બારડને જિલ્લા વિકાસ અધિકારી, અમરેલી મુકાયા છે.
જૂનાગઢ-ગીર સોમનાથઃ ગીર સોમનાથના નાયબ કલેક્ટર-૧ એફ. જે. મકડાને જિલ્લા વિકાસ અધિકારી, જૂનાગઢ; જૂનાગઢના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નિકુંજ ડી. ધુલાને પ્રાંત અધિકારી, વંથલી; જૂનાગઢના જિલ્લા પુરવઠા અધિકારી કિશન બી. ગરસરને નાયબ મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર અને અમરેલીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી અલ્પેશકુમાર બી. જોશીને પ્રાંત અધિકારી, મેંદરડા મુકાયા છે. જૂનાગઢના નાયબ જિલ્લા વિકાસ અધિકારી રજની આર. ઠુમ્મરને પ્રાંત અધિકારી, કેશોદ તથા એ. જે. શામળાને પ્રાંત અધિકારી, ઊના મુકાયા છે.
અમરેલીઃ જામનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી. એચ. કોટકને પ્રાંત અધિકારી, બગસરા; જૂનાગઢ મહાનગરપાલિકાના નાયબ કમિશનર ડી. જે. જાડેજાને પ્રાંત અધિકારી, અમરેલી અને ભાવનગર શહેરના પ્રાંત અધિકારી એ. પી. વ્યાસને પ્રાંત અધિકારી, રાજુલા મુકાયા છે. વડોદરાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી પારસ એ. ચૌહાણને પ્રાંત અધિકારી, લાઠી મુકાયા છે. જયારે અમરેલીના પ્રાંત અધિકારી મહેશ જે. નકિયાની બદલી ભુજ ખાતે થઈ છે.
ભાવનગર-બોટાદ : પાલિતાણાના પ્રાંત અધિકારી અંકિત આર. પટેલને પ્રાંત અધિકારી, ભાવનગર શહેર; ગાંધીનગરમાં ફરજ બજાવતા તમન્ના એચ. ઝાલોડિયાને પ્રાંત અધિકારી, ભાવનગર ગ્રામ્ય તથા ભાવનગરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ધીરેનકુમાર કે. સોનારાને પ્રાંત અધિકારી, સિહોર મુકાયા છે. અમદાવાદના નાયબ જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ સી. કોરડિયાને પ્રાંત અધિકારી, બરવાળા-બોટાદ મુકાયા છે.
મોરબીઃ મુન્દ્રાના પ્રાંત અધિકારી બી. એચ. ઝાલાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી અને જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી બ્રિજેશ એ. કલારિયાને નાયબ મ્યુનિસિપલ કમિશનર, મોરબી મુકાયા છે. દેવભૂમિ દ્વારકાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ એ. ગોહિલને પ્રાંત અધિકારી, વાંકાનેર બનાવાયા છે.
સુરેન્દ્રનગર : આનંદના નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે. એન. કાચાને પ્રાંત અધિકારી, લીંબડી અને વડોદરામાં ફરજ બજાવતા શૈલેષ વી. કલસરિયાને પ્રાંત અધિકારી, ચોટીલા મુકાયા છે. ચોટીલાના પ્રાંત અધિકારી હરેશભાઈ ટી. મકવાણાની મહીસાગરમાં નાયબ કલેક્ટર-૧ તરીકે બદલી થઈ છે. લીંબડીના પ્રાંત અધિકારી કુલદીપ એસ. દેસાઈને અમદાવાદમાં નાયબ કલેક્ટર તરીકે મુકાયા છે.
દેવભૂમિ દ્વારકાઃ ભાવનગર સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર સંધ્યાબેન એ. હેરમાને પ્રાંત અધિકારી, ખંભાળિયા અને મોડાસાના પ્રાંત અધિકારી વી. બી. પટેલને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, દેવભૂમિ દ્વારકા મુકાયા છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ. જે. રાજપૂતને નાયબ કલેક્ટર-૧, દેવભૂમિ દ્વારકા મુકાયા છે. અલગ સુધારા હુકમ હેઠળ વાય. પી. ગઢવીને નાયબ કલેક્ટર-૧, દેવભૂમિ દ્વારકાના બદલે પ્રાંત અધિકારી, દ્વારકા તરીકે નિમણૂક આપવામાં આવી છે.
પોરબંદર : ભચાઉના પ્રાંત અધિકારી જે. આર. ગોહેલને જિલ્લા પુરવઠા અધિકારી, પોરબંદર અને જૂનાગઢના જિલ્લા પુરવઠા અધિકારી કિશન બી. ગરસરને નાયબ મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર મુકાયા છે. પોરબંદર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એચ. વી. પટેલની ગાંધીનગરમાં નાયબ નિયામક તરીકે બદલી થઈ છે
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
