<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

સૌરાષ્ટ્ર-કચ્‍છમાં ભારે વરસાદ માટે હજુ જોવી પડશે રાહઃ ૨૪મી સુધી માત્ર છૂટાછવાયા ઝાપટા પડશે

વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલની આગાહીઃ બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘ડિપ્રેશન' ઝારખંડ તરફ આગળ વધશેઃ ગુજરાતમાં મોટાભાગે હવામાન શુષ્‍કથી હળવું રહેશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્‍છના ખેડૂતો તથા નાગરિકો માટે નોંધપાત્ર કે સાર્વત્રિક વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડે તેવી સ્‍થિતિ નિર્માણ પામી છે. ભારતીય હવામાન વિભાગ (ત્‍પ્‍ઝ)ના તાજેતરના બુલેટિન અને વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલના એનાલિસિસ મુજબ, આગામી ૧૭ થી ૨૪ ઓગસ્‍ટ ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્‍છ તેમજ સમગ્ર ગુજરાત રિજિયનમાં મુખ્‍યત્‍વે આઇસોલેટેડ (એકલ-દોકલ) થી લઈને માત્ર છૂટોછવાયો હળવો વરસાદ પડવાની જ શક્‍યતા છે.

વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલે જણાવ્‍યું હતું કે ઉત્તર-પヘમિ બંગાળની ખાડી પર સર્જાયેલું 'લો પ્રેશર' વધુ મજબૂત બનીને 'ડિપ્રેશન'માં ફેરવાઈ ગયું છે. હાલ આ સિસ્‍ટમ્‍ી કોલકાતા તથા બાંગ્‍લાદેશના દરિયાકાંઠા નજીક કેન્‍દ્રિત થયેલી છે અને આગામી ૨૪ કલાકમાં તે ગંગીય પヘમિ બંગાળ થઈને ઝારખંડ તરફ આગળ વધશે.

મોન્‍સૂન ટ્રફ અને શીયર ઝોનઃ હાલ મોન્‍સૂન ટ્રફ પヘમિ બંગાળના ડિપ્રેશનના કેન્‍દ્રમાંથી પસાર થઈ રહ્યો છે, જ્‍યારે શીયર ઝોન મધ્‍ય અને ઉત્તર દ્વીપકલ્‍પીય ભારત પર સક્રિય છે.

ગુજરાત પરનું સાયક્‍લોનિક સર્ક્‍યુલેશન ખસ્‍યું અગાઉ ગુજરાત રાજ્‍ય પર રહેલું ઉપર-હવાનું ચક્રાકાર પરિભ્રમણ (UAC) હવે નબળું પડીને દક્ષિણ-પૂર્વ રાજસ્‍થાન તરફ ખસી ગયું છે.

અશોકભાઈ પટેલના જણાવ્‍યા અનુસાર, આ મુખ્‍ય સિસ્‍ટમો ઉત્તર અને પૂર્વ ભારત તરફ આગળ વધી રહી હોવાથી ગુજરાત પર તેની સીધી અને મોટી અસર જોવા મળશે નહી.

સૌરાષ્ટ્ર અને કચ્‍છ ૧૭ થી ૨૪ ઓગસ્‍ટ દરમિયાન ભારે કે સાર્વત્રિક વરસાદની કોઈ મોટો રાઉન્‍ડ દેખાતો નથી. મુખ્‍યત્‍વે વાદળછાયું વાતાવરણ વચ્‍ચે માત્ર છૂટાછવાયા ઝાપટાં જ પડી શકે છે. નોંધપાત્ર વરસાદ માટે રાહ લંબાઈ છે.

ગુજરાત રિજિયન ઉત્તર, મધ્‍ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્‍તારોમાં હવામાન મુખ્‍યત્‍વે શુષ્‍ક રહેશે અથવા માત્ર આઇસોલેટેડ સ્‍થળો પર હળવા ઝાપટાં પડી શકે છે.

(2:41 PM IST)