<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બાદ યુવકના મોત બાદ તપાસના આદેશ :મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યુ

મૃતકની સારવારના રિપોર્ટ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ FSLમાં મોકલાશે :પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ આવ્યા બાદ જો કોઈની બેદરકારી કે કસૂરવાર હોવાનું સામે આવશે તો કાર્યવાહી કરાશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બાદ યુવકના મોતના મામલે પરિવારજનોની પેનલ પોસ્ટમોર્ટમની માંગ સ્વીકારવામાં આવી છે. શાહીબાગ પોલીસે AD દાખલ કરી મૃતક યુવરાજ નાડિયાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. યુવરાજ નાડિયાને અકસ્માત બાદ પગમાં ઈજા થઈ હતી. ઈજાના કારણે સિવિલ હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે બાદ યુવકનું મોત થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. 

  સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે તપાસના આદેશ આપ્યા હતા. મૃતકની સારવારના રિપોર્ટ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ FSLમાં મોકલવામાં આવશે. પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ આવ્યા બાદ જો કોઈની બેદરકારી કે કસૂરવાર હોવાનું સામે આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

(6:16 PM IST)