<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

દાહોદ નકલી સરકારી ઓફિસ કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી : રૂ. 22.70 કરોડની મિલકતો જપ્ત કરાઈ

દાહોદમાં 6 નકલી સરકારી કચેરી ઊભી કરી 121 નકલી કામોને મંજૂરી અપાવી સરકારી નાણાં મેળવ્યાનું સામે આવ્યું

દાહોદના નકલી સરકારી કચેરી કૌભાંડમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. EDએ અબુબકર જાકીરઅલી સૈયદ અને પરિવાર સહિત સહયોગીઓની રૂ.22.70 કરોડની મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. તપાસમાં દાહોદમાં 6 નકલી સરકારી કચેરી ઊભી કરી 121 નકલી કામોને મંજૂરી અપાવી સરકારી નાણાં મેળવ્યાનું સામે આવ્યું છે. નકલી સીલ-સહી અને દસ્તાવેજો બનાવી સરકારી અધિકારી તરીકે ખોટી ઓળખ અપાઈ હતી. 9 નકલી સરકારી ખાતામાં રકમ જમા કરાવી 18 મધ્યસ્થી અને 118 અન્ય ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાયા હતા. EDએ 7 જમીનના પ્લોટ, મ્યુચ્યુઅલ ફંડ અને બેંક બેલેન્સ જપ્ત કર્યા છે. તપાસ હજુ ચાલુ છે.

(9:06 PM IST)