<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

સુરતમાં કામદારોની હડતાળ દરમિયાન થયેલા વિરોધ મામલે પોલીસે આશરે 500 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો

રજા, પગાર અને બોનસ સહિતની માંગણીઓને લઈને કામદારો વિરોધ કરતા હતા : કેટલાક કારીગરોએ પોલીસ પર હુમલો કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો

સુરતમાં કામદારોની હડતાળ દરમિયાન થયેલા વિરોધ મામલે પોલીસે આશરે 500 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે. રજા, પગાર અને બોનસ સહિતની માંગણીઓને લઈને કામદારો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ દરમિયાન કેટલાક કારીગરોએ પોલીસ પર હુમલો કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે આશરે 500 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ પર પથ્થરમારો કરનારા લોકોની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. CCTV ફૂટેજ સહિત અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે પથ્થરમારો કરનારા શખ્સોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. ઓળખ થયા બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

(9:25 PM IST)