તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 17th August 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ ટેકનિકલ સંવર્ગની ભરતી પરીક્ષાઓની જાહેરાત :23મીએ ટેકનિકલ સંવર્ગો માટેની લેખિત પરીક્ષા
બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગતો સત્તાવાર રીતે જાહેર

અમદાવાદ : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વિવિધ ટેકનિકલ સંવર્ગની ભરતી પરીક્ષાઓને લઈને એક અતિ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગતો સત્તાવાર રીતે જાહેર કરી દેવાઈ છે.
ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર, નીચે મુજબના ટેકનિકલ સંવર્ગો માટેની લેખિત પરીક્ષા આગામી 23 ઓગસ્ટ 2026ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજવામાં આવશે-
- PSI (Wireless) અને Technical Operator
- PSI (Motor Transport)
- Head Constable Driver Mechanic (Grade-I)
આ પરીક્ષાઓમાં બેસનારા તમામ ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક એક્ટિવેટ કરી દેવામાં આવી છે. ઉમેદવારો 17 ઓગસ્ટ 2026થી 23 ઓગસ્ટ 2026 સુધી સત્તાવાર પોર્ટલ (OJAS) પરથી પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરીને પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે.
ભરતી બોર્ડે તમામ ઉમેદવારોને સલાહ આપી છે કે છેલ્લી ઘડીએ નેટવર્ક કે સર્વરની સમસ્યાથી બચવા માટે સમયસર પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં આપેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
