<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

૨૪થી ૨૮ ઓગસ્‍ટ અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહીઃ ૨૪ ઓગસ્‍ટથી વરસાદનું જોર વધશે, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડાવાની શકયતા

 

અમદાવાદઃ રાજ્‍યમાં ચોમાસુ છેલ્લા કેટલાક દિવસોથી વિરામ લીધો છે ત્‍યારે હવામાન વિભાગ દ્વારા રાજ્‍યવાસીઓ માટે મહત્‍વના સમાચાર જાહેર કરવામાં આવ્‍યા છે. આગામી ૭ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહેશે. ખાસ કરીને ૨૪ ઓગસ્‍ટથી ૨૮ ઓગસ્‍ટ દરમિયાન રાજ્‍યના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવાયા અનુસાર, વાતાવરણમાં સર્જાયેલી મજબૂત સિસ્‍ટમ્‍સના કારણે રાજ્‍યમાં વરસાદનું જોર વધશે. આ ૭ દિવસ દરમિયાન ઉત્તર, મધ્‍ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના વિવિધ વિસ્‍તારોમાં ગાજવીજ સાથે મધ્‍યમથી ભારે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.

હવામાન તજજ્ઞોના મતે, ૨૪ ઓગસ્‍ટથી ચોમાસાની સિસ્‍ટમ્‍સ વધુ સક્રિય બનશે, જેના પરિણામે ૨૮ ઓગસ્‍ટ સુધી રાજ્‍યના ઘણા જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન તટીય વિસ્‍તારો અને નીચાણવાળા વિસ્‍તારો માટે સાવચેતીનું એલર્ટ પણ આપવામાં આવ્‍યું છે.

(10:24 AM IST)