<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ધરમપુર ૧.૫૭-પારડી ૧.૩૪-સુબીર ૧.૧૪-ખેરગામ ૧.૦૬-ઉમરપાડા ૧.૦૨-નાનાપોંઢા અને ડાંગ ૦.૯૪ ઈંચ

રાજ્‍યના ૨૮ જીલ્‍લાના ૧૧૫ તાલુકાઓમાં ૧ થી ૪૦ મીમી સુધીનો હળવો વરસાદ ઉકાઇ ડેમની જળ સપાટી આજે પણ ૩૩૫.૦૨ ફૂટે યથાવતઃ મધુવન ડેમના બે દરવાજા હજુ પણ ખુલ્‍લા રખાયા


(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ અઠવાડિયા માં મેઘરાજા જાણે ધીમી ધારે વરસી રહ્યાં હોય તેમ છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યના જીલ્‍લા ના તાલુકાઓમાં ૧ થી ૪૦ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

ચોમાસાની આ સીઝન માં મેઘરાજા પ્રારંભ માં રાહ જોવડાવ્‍યા બાદ, અનેક વિસ્‍તારોમાં તૂટી પડયા હતા અને ક્‍યાંક મહેર, ક્‍યાંક કહેર અને ક્‍યાંક ખાલીપો જેવી સ્‍થિતિ સર્જાઈ હતી, અનેક વિસ્‍તારો માં જળબંબાકાર સ્‍થિતિ સર્જાઈ હતી તો સૌરાષ્ટ્ર સહિત ના કેટલાક વિસ્‍તારોમાં મેઘરાજા આજે પણ જાણે કે રિસાયેલા હોય તેમ ખોટ વર્તાઈ રહી છે, ખેડૂતો ના જીવ આજે પણ તાળવે ચોંટયા છે, એમાં પણ જે ખેડૂતો પાસે પાણી ની સગવડ ઓછી છે તેમને તો વધુ મુશ્‍કેલી પડી રહી છે, અને હજુ પણ મેઘરાજા ની મોટી આશા રાખી બેઠા છે.

વરસાદ હળવો હોવા છતાં, ઉપરવાસ ના પાણી ની આવક ને પગલે કેટલાક બંધો અને જળાશયો ની જળસપાટી ઓ પણ વધી રહી છે, દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ વાગે ૩૩૫.૦૨  ફૂટે પહોંચી છે, ડેમમાં ૨૩૧૦૦ ક્‍યુસેક પાણી ના ઈન્‍ફલો સામે એટલુંજ એટલે કે ૨૩૧૦૦ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો કોઝવે ની જળસપાટી ૬.૮૯  મીટર ઉપર છે, અને અહીં થી ૫૪૫૧૫ ક્‍યુસેક પાણી વહી રહ્યું છે, જ્‍યારે દમણગંગા નદીના મધુબન ડેમની જળ સપાટી આજે સવારે ૭  કલાકે ૭૬.૦૫ મીટરે પહોંચી છે ડેમમાં ૫૮૬૧ ક્‍યુસેક પાણી ના ઈન્‍ફલો સામે ૫૮૬૧ ક્‍યુસેક પાણી છોડવા માં આવી રહ્યું છે અને ડેમ ના ૨ દરવાજા ૦.૫૦ મીટર ખુલ્‍લા રખાયા છે.

ફલડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો  વલસાડ જિલ્‍લો ધરમપુર  ૪૦ મી.મી. (૧.૫૭ ઇંચ) પારડી  ૩૪ મી.મી. (૧.૩૪ ઇંચ) નાનાપોંઢા  ૨૪ મી.મી. (૦.૯૪ ઇંચ) કપરાડા  ૨૩ મી.મી. (૦.૯૧ ઇંચ) વાપી  ૧૪ મી.મી. (૦.૫૫ ઇંચ) ઉમરગામ  ૧૦ મી.મી. (૦.૩૯ ઇંચ) વલસાડ  ૯ મી.મી. (૦.૩૫ ઇંચ)

ડાંગ જિલ્‍લોઃ સુબીર  ૨૯ મી.મી. (૧.૧૪ ઇંચ) ડાંગ-આહવા  ૨૪ મી.મી. (૦.૯૪ ઇંચ) વઘઈ  ૧૪ મી.મી. (૦.૫૫ ઇંચ)

નવસારી જિલ્‍લોઃ ખેરગામ  ૨૭ મી.મી. (૧.૦૬ ઇંચ) વાંસદા  ૧૫ મી.મી. (૦.૫૯ ઇંચ) નવસારી  ૧૧ મી.મી. (૦.૪૩ ઇંચ) ચીખલી  ૬ મી.મી. (૦.૨૪ ઇંચ) જલાલપોર  ૫ મી.મી. (૦.૨૦ ઇંચ)

સુરત જિલ્‍લોઃ ઉમરપાડા  ૨૬ મી.મી. (૧.૦૨ ઇંચ) બારડોલી  ૨૦ મી.મી. (૦.૭૯ ઇંચ) અંબિકા  ૧૨ મી.મી. (૦.૪૭ ઇંચ) મહુવા  ૮ મી.મી. (૦.૩૧ ઇંચ) અરેઠ  ૮ મી.મી. (૦.૩૧ ઇંચ) કામરેજ  ૫ મી.મી. (૦.૨૦ ઇંચ) પલસાણા  ૫ મી.મી. (૦.૨૦ ઇંચ) સુરત શહેર  ૩ મી.મી. (૦.૧૨ ઇંચ) માંડવી  ૨ મી.મી. (૦.૦૮ ઇંચ) ઓલપાડ  ૧ મી.મી. (૦.૦૪ ઇંચ) માંગરોળ  ૧ મી.મી. (૦.૦૪ ઇંચ)

તાપી જિલ્‍લોઃ સોનગઢ  ૨૩ મી.મી. (૦.૯૧ ઇંચ) વાલોડ  ૧૮ મી.મી. (૦.૭૧ ઇંચ) નિઝર  ૧૪ મી.મી. (૦.૫૫ ઇંચ) ઉકાઈ  ૧૩ મી.મી. (૦.૫૧ ઇંચ) ડોલવણ  ૧૧ મી.મી. (૦.૪૩ ઇંચ) વ્‍યારા  ૧૧ મી.મી. (૦.૪૩ ઇંચ) કુકરમુંડા  ૮ મી.મી. (૦.૩૧ ઇંચ) ઉચ્‍છલ  ૩ મી.મી. (૦.૧૨ ઇંચ)

નર્મદા જિલ્‍લોઃ સાગબારા  ૧૯ મી.મી. (૦.૭૫ ઇંચ) તિલકવાડા  ૬ મી.મી. (૦.૨૪ ઇંચ) ચિકડા  ૫ મી.મી. (૦.૨૦ ઇંચ) ડેડીયાપાડા  ૫ મી.મી. (૦.૨૦ ઇંચ) નાંદોદ  ૩ મી.મી. (૦.૧૨ ઇંચ) ગરુડેશ્વર  ૧ મી.મી. (૦.૦૪ ઇંચ)

છોટાઉદેપુર જિલ્‍લોઃ છોટાઉદેપુર  ૧૧ મી.મી. (૦.૪૩ ઇંચ) કવાંટ  ૯ મી.મી. (૦.૩૫ ઇંચ) નસવાડી  ૬ મી.મી. (૦.૨૪ ઇંચ) જેતપુર પાવી  ૪ મી.મી. (૦.૧૬ ઇંચ) સંખેડા  ૩ મી.મી. (૦.૧૨ ઇંચ) કડવલ  ૨ મી.મી. (૦.૦૮ ઇંચ) બોડેલી  ૧ મી.મી. (૦.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો છે.

(11:48 AM IST)